Monday, December 19, 2011

કાગળિયામાં છે ?

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે,
‘લખાણ શું કાગળિયામાં છે ?’

સૂક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે ?

વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે ?

કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.

મારામાં ડૂબીને જુઓ,
ઉપર છે એ તળિયામાં છે..!!
                     – અનિલ ચાવડા

Saturday, December 17, 2011

જીવન

આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ સંબંધ છે…   ને…
આંસુ પેહેલા મળવા આવે,
એ પ્રેમ છે…
દરેક ઘર નું સરનામું તો હોય… પણ,
....ગમતા સરનામે ઘર બની જાય....
એ જીવન છે..!!

Wednesday, December 14, 2011

याद

नज़रों को नज़रों की कमी नही होती,
फूलों को बहारों की कमी नही होती,
फिर क्यू हमे याद करोंगे आप,
आप तो आसमान हो और आसमान को सितारों की कमी नही होती..!!

Tuesday, December 13, 2011

સંબંધ

માફી માંગવી એનો અર્થ એ નથી કે,
તમે ખોટા છો ને સામેવાળા સાચા છે.
પણ તેનો અર્થ એ છે કે
તમે સંબંધ ની કિંમત તમારા અહંમ કરતા વધુ સમજો છો..!!

Monday, December 12, 2011

gujjus

gujjus

જયારે તમે સાચા હો ત્યારે ગુસ્સે થવાની જરૂર નથી,
જયારે તમે ખોટા હો ત્યારે ગુસ્સે થવાનો તમને અધિકાર નથી..!!
                                                                               - ગાંધીજી

Saturday, December 10, 2011

તું થાય તે કરી લે..!!


રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના..!!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ..!!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે..!!
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના..??