Wednesday, July 27, 2016

બાળપણનુ મારૂ ફળીયુ ખોવાયુ



બાળપણનુ મારૂ ફળીયુ ખોવાયુ
રમતો હૂ એ મારુ આંગણુ ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
રસોડામા રમતું એ પાણીયારુ ખોવાયુ

બધી મળી બેડરૂમમા મને સગવડ પણ
મીઠી નિંદર માણતો એ ધોડીયુ ખોવાયુ
નથીને આવતુ લુંછવા આંસુ આજ કોઈ
મારી માં લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ
બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ગોળ ઘીનુ મારી બેનીનુ એ ચુરમૂ  ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ઘાયલ
ફેસબુકને વૉટસએપમા
લંગોટીયા યાર સાથેનુ મારુ
ગામડું ખોવાયુ.



Monday, June 27, 2016

સારું થયું આઝાદ થઈ ગયા

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા,
રસ્તા પાણીથી ધોતા હતા,
આપણે કેટલા નસીબવાળા ?
ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.

સારું થયું આઝાદ થઇ ગયા.
તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા,
મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,

સારું થયું આઝાદ થયા.
એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા,
સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા,

સારું થયું આપણે આઝાદ થયા.
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા,

સારું થયું આઝાદ આપણે થયા.
એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નહોતા,
એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા,
હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા,

સારું થયું આઝાદ થઈ ગયા

Thursday, April 28, 2016

ફરિયાદો

ટેકનિકલ ખામી ને કારણે સૂર્યોદય નહી થાય આકાશ મા શુ કયારેય , આવુ લખેલુ પાટીયુ દેખાય ?

માન્દો હોવા ને કારણે , આજે ચંદ્ર નહિ દેખાય. શુ રાત્રે આવા સમાચાર, ગગન મા ફલેશ થાય?

બિલાડી ને ઘુટણ મા વા થયો છે, એનાથી ઊંદર નહિ પકડાય. દરરોજ બે વાર મુવ લગાડે, તો જ કઇક થશે ઉપાય.

ભમરા ના પગે છાલા પડયા છે, હવે એનાથી ફુલ પર નહી બેસાય. એની એડી એ ક્રેક ક્રીમ લગાવો, તો જ એનાથી ફુલ જોડે પ્રેમ થાય.

વાઘ ને આંખે મોતિયો આવ્યો, એટલે એને શિકાર નહિ દેખાય. એનુ ઓપરેશન તો થઈ શકે, પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથી ને કેળા ની લાલચ ના આપો, હવે એ કેળા નહિ ખાય. ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનુ, પછી કેટલુ વજન વધી જાય?

આ આખી દુનિયા મા બધા જીવો, સરળતાથી જીવી જાય. શુ માણસ નુ જ આખુ જીવન બસ ફરિયાદો મા જ પુરુ થાય??

Thursday, July 2, 2015

Respect The Child


ये जो छोटे होते हे ना 
 दुकान पर, होटल पर,
और वर्कशॉप पर
दरअसल
ये बच्चे अपने घर के बड़े होते है ।
इनकी इज्जत करे

Saturday, February 14, 2015

સાવ અનોખા યાર અમારાં, રાજકોટના લોકો..!! :) :D



એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો,
સાવ અનોખા યાર અમારાં, રાજકોટના લોકો.

આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ,
લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો
સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો..!

ગજબનું શહેર છે યાર આ રાજકોટ.
રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણ સ્ત્રી જોવા મળે
તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાં છાનીમૂની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે.

રાજકોટનું ગલૂડિયું પણ થોડું ઇગોવાળું છે. બપોરે એકથી ચાર આ શહેરમાં કૂતરાં પણ સૂઈ જાય છે. સોની બજારની એક દુકાન બહાર તો રીતસર બોર્ડ મારેલું છે કે, 'તમે રજનીકાંત હો તોય બપોરે ૧ થી ૪ દુકાન નહીં જ ખૂલે. આ રાજકોટનો કરંટ છે.

જમીનના જ્યાં ભાવ છે ભેરૃ માણસ કરતાં મોંઘા,
શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા
ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો
સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો.

રાજકોટનું પાણી થોડું વટવાળું છે. કો'ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામ નોંધ ન લ્યે
અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.

અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે.
અહીંયાં મોંઘાંદાટ લગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના પણ લોકો ચૂકવે છે. રાજકોટના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.

મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું
ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું
ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનીયા'વને ટોકો
સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો.

અહીં રેસકોર્સ છે પણ હજી સુધી મેં ત્યાં રેસ થાતી જોઈ નથી.
ભૂતખાના ચોકમાં ક્યાંય ભૂત થાતું નથી.
સાંઢિયા પુલ પાસે મેં કોઈ'દી સાંઢિયો ભાળ્યો જ નથી.
મોટી ટાંકી ચોકમાં ટાંકી જ નથી.
જાગનાથ નામના વિસ્તારમાં જ લોકો નવ વાગ્યામાં સૂઈ જાય છે.
લાખનો બંગલો છે પણ એની કિંમત અટાણે કરોડ છે.
કેવડાવાડીમાં કેવડો નથી.
ગુંદાંવાડીમાં ગુંદાં નથી.
કિસાનપરામાં કોઈ ખેતી નથી કરતું,
ગાંધીગ્રામમાં ગાંધી નથી.
લોધાવાડમાં લોધા પણ નથી અને વાડ પણ નથી.
તો પોપટપરામાં કોઈ પોપટભાઈ રહેતું જ નથી..
વું છે મારું રંગીલું રાજકોટ..!

સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,
સ્વાભિમાનથી જેના લોકો હાલે વેંત એક અધ્ધર
સાંઈ કહે છે રાજકોટ તો મસ્ત પવનનો ઝોંકો
સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો..

भारत में मौजूद कुछ विडंबनाएँ :(

राजनेता हमें विभाजित करते हैं, और
आतंकवादी हमें एकजुट ।

हरेक जल्दी में है,
लेकिन कोई समय में नही पहुंचता है ।

गीता और कुरान पर लड़ने के ज्यादातर लोग वो हैं
जिन्होने शायद उन्हे कभी पढ़ा ही नही है ।

बेटी पर शिक्षा के लिये खर्च करने से बहुत
अधिक उसकी शादी पर खर्च कर देते हैं ।

हम एक पुलिसकर्मी को देखकर सुरक्षित
नही बल्कि असुरक्षित महसूस करते हैं

भारतीय प्रशासनिक सेवा परीक्षा में,
एक व्यक्ति दहेज एक सामाजिक बुराई है के बारे में 1500 शब्द निबंध लिखते हैं।
एक साल बाद वो ही व्यक्ति एक करोड़ रुपये की दहेज की मांग इसलिये करता है,
कि वो प्रशासनिक अधिकारी है

भारतीय बहुत शर्मीले होते हैं
और 121 करोड़ को पार रहे हैं ।

स्मार्ट फोन मे स्क्रीन गार्ड और गोरिल्ला ग्लास लगवाते हैं,कि खरोंच न पड जाये,
और सिर पर हेल्मेट सिर्फ जुर्माने से बचने के लिये लगाते है

भारतीय समाज लड़कियों को सिखाता है कि ब्लात्कार से बचो,
पर ब्लात्कार न करो लड़को को, ये कोई नही सिखाता

Saturday, July 19, 2014

વિશ્વાસ

એક માણસ જંગાલમાંથી પસાર થઇ રહ્યો હતો. સામેથી વાઘ આવી રહ્યો હતો. વાઘથી પોતાની જાતને બચાવવા માટે એ ફટાફટ એક ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર ચઢ્યા પછી એને સમજાયુ કે એ ઉતાવળમાં બહું મોટી ભુલ કરી બેઠો છે કારણકે ઝાડ પર એક જંગલી વાંદરો બેઠેલો હતો. માણસને બંને બાજુ મોત દેખાવા લાગ્યુ. નીચે વાઘ અને ઉપર આ જંગલી વાંદરો.

ડરી રહેલા માણસને જોઇને વાંદરાએ કહ્યુ , " અરે ભાઇ , ડર નહી. હું તને હેરાન નહી કરુ. ગમે તેમ તો પણ તું મારો વંશજ છે માટે મારાથી તને કોઇ નુકસાન નહી થાય એની ખાત્રી આપુ છું." વાઘ નીચેથી ખસવાનું નામ નહોતો લેતો અને એમને એમ રાત પણ પડી ગઇ. વાંદરા અને માણસ બંને એ વારાફરતી સુઇને રાત પસાર કરવાનું નક્કી કર્યુ.

માણસ સુતો હતો અને વાંદરાનો જાગવાનો વારો હતો. નીચે બેઠેલા વાઘે વાંદરાને કહ્યુ , " યાર , આપણે બંને તો પ્રાણીઓ છીએ માટે નાત ભાઇ કહેવાઇએ આ માણસ તો આપણી નાત બહારનો છે એને નીચે ધક્કો માર એટલે મારુ કામ પતે. " વાંદરાએ કહ્યુ , " અરે વાઘભાઇ એ મારા વિશ્વાસે ઘસઘસાટ ઉંઘી રહ્યો છે. મારા પર મુકેલા વિશ્વાસનો હું ઘાત ન કરી શકુ."

થોડા સમય પછી વાંદરાનો સુવાનો અને માણસનો જાગવાનો વારો આવ્યો. વાઘે હવે માણસને લાલચ આપતા કહ્યુ , " તું આ વાંદરાને ધક્કો મારીને નીચે પાડ તો હું તને જીવતો જવા દઉ." માણસે તો કોઇ વિચાર કર્યા વગર જ વાંદરાને ધક્કો માર્યો. વાંદરો તો ટેવાયેલો હોવાથી નીચે પડતાની સાથે જ છલાંગ લગાવી ઉપર આવી ગયો. પછી માણસની સામે જોઇને એટલુ જ કહ્યુ , "હવે ક્યારેય કોઇને એમ ન કહેતો કે અમે વાનરોના વંશજ છીએ."

મિત્રો , બીજા પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચાર કરવો અને કોઇ આપણા પર વિશ્વાસ રાખીને કોઇ સુતુ હોય તો એને ધક્કો મારવાનું કામ ન કરવુ