Sunday, July 31, 2011

gujjus...

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે..!!

Monday, July 25, 2011

જ્યાં જવાબ સાચા, ત્યાં મેથડ ખોટી

જિંદગીના ગણિતમા મેથડના પણ માર્કસ હોય છે,
દરેક આઘાતના પ્રત્યાઘાત પણ ક્યાં હોય છે.
મળ્યું છે ગમ તો એન્જોય કરને ગાંડા,
ગમ વગરની જિંદગીમાં મજા પણ ક્યાં હોય છે.
વિસ્તરી છે જિંદગી ઘરના આંગણથી દુનિયા સુધી,
......દરેક દિલને જીતીએ એવા અવસર પણ ક્યાં હોય છે.
જિંદગીના દાખલાઓમાં મૂંઝાતો નહિ,,
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં મેથડ ખોટી હોય છે...!!

Saturday, July 23, 2011

" એન્જીનીઅર "

 એક છોકરો ” એન્જીનીઅર ” થઈ ગયો…!!
ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…!!

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…!!

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…!!

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…!!

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….!!

અને તો પણ લોકો કે છે કે…..
“વાહ …તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો..!!”
“વાહ …તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો..!!”

Friday, July 22, 2011

" વિશ્વાસ..!! "

જીવન માં કોઈ પણ માણસ ને ખોટો ન સમજવો,
તેની પર વિશ્વાસ રાખવો ,
કેમ કે ...
એક બંધ ઘડીયાલ પણ દિવસ માં બેવાર સાચો સમય બતાવે છે ..
!!

Gujjus

સિતારા હોય છે એને ગ્રહણ નથી મળતું,
ફૂલોને બાગ મળી જાય, રણ નથી મળતું,
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું..!!

જીવન...

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી..!!

માણસ....

પથ્થર, પ્રભુ બની શકે છે
અને માણસ, પથ્થર બની શકે છે
કેટલાં પણ હો ગાઢ સંબંધ
પણ....
માણસ, સંબંધ ભૂલી શકે છે..
આ જગત અને જગતનાં લોકો ને,
આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ
કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે..!!

મઝા.....

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે.
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે..!!

Thursday, July 21, 2011

સંબંધો

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..!!

To : " Mummy-Daddy "

જિંદગીનો ભાર ઢસડી ઢસડીને
મનથી બેવડ વળી ચુકેલા,
તોય ખુશીથી અમને રાખતા.

કણીઓ પડેલી હથેળીએ
ને બરછટ બનેલા હાથ,
તોય કોળિયો અમને ભરાવતા.

ઘા ભલે હોય હજાર
તોય વ્હાલ અમને કરતા.

એક-એક ચિંતાની કરચલીઓ
ચહેરા પરથી છુપાવીને,
હાસ્ય અમને અર્પતા.

મજલોનુ અંતર કાપી કાપીને
અમને મંઝિલે પહોંચાડતા.

રાખીએ છીએ અમે એમને હ્ર્દયમાં
ને ઘરમાં રાખીશું ભવિષ્યમાં,
નહિ પડે જરુર લાકડીની
સહારો અમે ખુદ બનશું એમના..!!

Wednesday, July 20, 2011

Gujjus

પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે,
બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે,
રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમાં
એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે..!!

Sunday, July 17, 2011

જનમ-મરણ

ઈર્ષા થઇ હતી મને,મારા જનમ સમયે,
રડતો હતો હું અને હસ્તી હતી દુનીયા,
બદલો લઈશ હું દરેક આશુંનો મારા મૃત્યુ સમયે,
હસતો જઈશ હું અને રડતી હશે આ દુનીયા..!!

જીવન

શરીર તો બસ એક સાહજીક સહવાસ છે,
છતાં પણ ગુમાન શેનું છે આ માનવી ને,
એને પણ ખબર નથી ક્યાં સુધી એનો શ્વાસ છે,
આવ્યો છે તો ભાઈ રેહ ને છાનો માનો,
........શું કામ ને આટલો વધારે તરવરાટ,
ખબર પણ નૈ પડે ક્યારે ખોવાઈ જઈશ,
કર સારા કામ તો ચોમેર તારી સુવાસ છે,
દીપાવીસ જો ક્યારેય કોઈ ની અંધારી ઓરડીને,
તો મોત પછી પણ તારી ઝોપડીમાં પ્રકાશ છે..!!

Friday, July 15, 2011

" મારુ વ્યકિતત્વ "

વ્યકિતત્વ છે મારુ એવુ કાઇ સમુદ્ર જેવુ
ડુબકી મારશો તો મોતી આપશે ને
તળિયુ શોધશો તો ડુબાડી દેશે..!!

જીવનમા એટલી બધી ભુલ ન કરવી,
જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય,

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી..!!

Monday, July 11, 2011

મને એવા દેશમાં લઇ જા..!!

વૃક્ષ કદાચ એમ પણ કહે :
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે :
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે..!!

Saturday, July 9, 2011

"કરીએ એક એવા રાષ્ટ્ર ની વાત..!!"

કરીએ એક એવા રાષ્ટ્ર ની વાત,
વરસો થી ઓળખાય છે નામ થી ગુજરાત,
અહીંથી પડે છે ખાવાનો વટ,
તાપી તટે આવેલું નામ છે 'સુરત',
થતા રહે છે અહી ઘણા વાદ ને વિવાદ,
ગુજરાત ની શાન છે એવું આ 'અમદાવાદ'
ગાઠીયા ખવાય નહિ અહી ચટણી વગર,
કાઠીયાવાડ ની શાન છે, એવું 'રાકોટ',
એવી તો ઘણી ખાસિયત છે અહીના પ્રાંતમાં,
કહેવાની શરૂઆત કરો, તો દિવસ પલટાય રાતમાં,
વેપાર અને ઉદ્યોગોમાં જોવા મળે છે ભાંતિ ભાંતિ,
અહીનો દરેક વ્યક્તિ છે પાક્કો 'ગુજરાતી',
દરેક લોકોની રગોમાં દોડે છે દેશ દાઝ,
તેથી અહી ચાલે છે ફક્ત 'માણસાઇ' નું રાજ..!!

Gujjus-14