Sunday, August 28, 2011

gujjus...

અનુભવની મઝા કોઇને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છબીમાં નથી હોતી;
સમીપ આવ્યાં વિના શું માપશો મારી પ્રતિભાને,
ચમક દરિયાના મોતીમાં છે,દરિયામાં નથી હોતી..!!

સમય..!!

નથી રહ્યો હવે સમય કોના માટે ઉભા છો?
નહી પાછો ફરે સમય કોના માટે ઉભા છો?

કરવુ છે જે, કરો અત્યારે વગર જોયે રાહ,
ભરમાવ્યા કરે સમય, કોના માટે ઉભા છો?

બને કે બોલતા ન પણ આવડે બહુ સરસ,
વાણીથી શું ડરે સમય, કોના માટે ઉભા છો?

કોઇ સાથ દે ન દે પણ છે ને સંગ સ્વ-સાથ,
એકલો જ ચરે સમય, કોના માટે ઉભા છો?

લખવી છે જો ગઝલ, ચલાવો કલમ હાલ,
કલમ નહી હરે સમય, કોના માટે ઉભા છો?

ભારે, અધિરીયા! કહી કદાચને પજવે પણ,
કરનારને જ વરે સમય, કોના માટે ઉભા છો?

પોતાના જેને કહ્યા'તા ક્દાચને હોય ઘણા દુર,
ફરતા જ તો ફરે સમય,કોના માટે ઉભા છો..??

Saturday, August 27, 2011

નાનપણ...!!

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,...
અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા,
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા..!!

Thursday, August 25, 2011

તૂટે દિલ વાલો...

તું ક્યાં જાને કૈસે પીલાયી જાતી હે
ખોલને સે પેહલે બોટલ હિલાયી જાતી હે
ફિર આવાઝ લગાયી જાતી હે
ઓં તૂટે દિલ વાલો….યહા દર્દે દિલકી દવા પીલાયી જાતી હે..!!

Monday, August 22, 2011

gujjus...

મને સચ્ચે જ પાની ની ઘાત છે…
આ પ્રેમ ની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નીરળા એના નીયમ, નીરળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમા જીતેલા પણ બેહાલ છે..!!

Saturday, August 20, 2011

મ્હેંકતું ગુજરાત..!!

ગાજે મેહૂલીઓ ને સંભળાયે સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત
જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની  ગંગા
પ્રભાતિયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો  એજ  મારું  વતન ગુજરાત..!!

શિખવ્યા સાગરે  સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે  જય સોમનાથની હાકો દિનરાત
જાણજો  એજ  મારું   વતન  ગુજરાત..!!

શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોડાની ભાત
જાણજો    એજ    મારું   વતન   ગુજરાત..!!

તાપીના તટ  ને પાવન નર્મદાના  ઘાટ
મહીથી મહીમાવંત મારું ગરવું ગુજરાત
ઘૂમતા  મેળાંમાં  લોક  ભૂલીને જાત
જાણજો  એજ  મારું  વતન ગુજરાત..!!

છે  ગાંધી સરદાર મારી  ગુર્જરીના  નેત્ર
દીપાવ્યા સંસ્કૃતિએ બનાવી  વિશ્વામિત્ર
સુદામાની પોટલીએદીધી સખાની યાદ
જાણજો   એજ    મારું   વતન   ગુજરાત..!!

ના   પૂછશો   કોઈને   કેવડું  મોટું  ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત..!!

જિંદગી પર લટકતી તલવાર...

નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો,
ગયું ખોવાઈ તાળું સાચવી, ચાવીને શું કરશો
અને જનારા ચેતવી દેશો, બીજા અહી આવનારાને,
અહી કોઈ કરી શક્યું નથી કઈ , તમે અહી આવીને શું કરશો..!!

gujjus...

પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઇ રહ્યા?
કોના ઇશારે આપણે આગળ વધી રહ્યા?

જન્મોજનમના કોલ તને દઇને શું કરું,
જયાં એક ભવના વાયદા ખોટા પડી રહ્યા!

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
રોઇ શકાય એટલા આંસુ નથી રહ્યા!

પામ્યા જબાન તોય કશું બોલતા નથી,
ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયા કે બ્રહ્મ તણા અંશ છો તમે!
ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યા..!!

Friday, August 19, 2011

શું હેં..?

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?

ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?

જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?

જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?

પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?

Wednesday, August 17, 2011

gujjus...

સાફ સીધોને સરળ ઉપાય છે
આંખ મીંચો તો બધું સમજાય છે

છે હૃદયમાં એટલું તોફાન કે
આજ દરિયો આંખમાં છલકાય છે.

હા !બધું સંધાય છે એ સાચું પણ
ક્યાં તૂટેલું મન ફરી સંધાય છે?

પૂછવાનું મન ઘણુંયે થાય પણ
કેમ છો બસ એટલું બોલાય છે..

છે લખેલું તો ઘણું યે આસ પાસ
આપણાથી ક્યાં કશું વંચાય છે..!!

Tuesday, August 16, 2011

વાંક

" કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડૂબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતાં લોકો,
પડી જાય તો પણ પથ્થરનો વાંક કાઢે છે..!! "