Tuesday, June 26, 2012

Gujju

મને કદી ક્યાં કોઈ ની પડી હતી,
ફકીર ને કદી અમીરી નડી નથી.
રીવાજો ની ક્યાંક પગે બેડી હતી,
બાકી રોકે મને, કોઈ ની હસ્તી નથી..!!

Monday, June 25, 2012

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…

હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે,
અને આ શું?? સાચા સબંધો માં પણ sorry હોય છે??
ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી??

માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે,
અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે…
પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે??
મારે માત્ર એટલું જ જાણવું છે...

મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે પણ YOU??
તો તો શું મોટાઈ છે આ ભાષાની??

અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી
સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે…
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે છે...

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!

Wednesday, June 20, 2012

મુશ્કેલી ની બીજી બાજુ

એક પિતા એક મેગેઝીન વાંચી રહ્યા હતા.એમની નાની બાળકી ત્યાં આજુબાજુ ફરી રહી હતી અને પિતા ને સતાવી રહી હતી.

તેથી તે પિતાએ મેગેઝીન માંથી ભારત ના નકશાવાળુ એક પેઝ ફાળ્યુ અને એ પેઝ ના થોડા ટુકડા કર્યા પછી તેની બાળકી ને આ પેઝ ના ટુકડા જોડી અને ફરી નકશો બનાવવા કહ્યુ.

પિતાને ખાતરી હતી કે દીકરી આ નકશો જોડવા માં આખો દીવસ નીકડી જશે.

પણ આ બાળકી તો અમુક મીનીટો માં જ નકશો જોડી આપ્યો આ જોઈ પિતા ને અચરજ થઈ અને પુછયુ કે દીકરી આ નકશો તે આટલી જલ્દી કેમ જોડી આપ્યો.

દીકરી એ જવાબ આપતા કહ્યુ કે “પપ્પા એ નકશા વાળા પેઝ ની બીજી બાજુ એક માણસ નો ચહેરો હતો આ નકશા ને બરાબર જોડવા મેં એ ચહેરો ગોઠવી દીધો.”

એટલુ કહી આ બાળકી બહાર રમવા જતી રહી.અને પિતા આ અચરજપુર્વક જોતા રહ્યા.

બોધ.............
આપણે દુનીયામાં જે અનુભવીએ છે તેની બીજી બાજુ પણ હોય છે તેથી આપણને જ્યારે મુશ્કેલી આવે તો કોઈ દીવસ ડરી જવુ નહી પણ આપણે બીજી બાજુ જોવુ જોઈએ કદાચ આ મુશ્કેલી આસાન થી પાર કરી શકીએ..!!

Sunday, June 10, 2012

મારા પ્રેમાળ..."પરમાત્મા"

રાધા એ કાન્હા ને પુછ્યું કે
હે કાન્હા પ્રેમ નો સાચ્ચો મતલબ શું છે.
ત્યારે કાન્હા એ સ્મિત આપતા સાથે કહ્યું કે
હે રાધે જે પ્રેમ મતલબ માટે કરવા માં આવે તે પ્રેમ જ ક્યાં છે..!!