Wednesday, June 20, 2012

મુશ્કેલી ની બીજી બાજુ

એક પિતા એક મેગેઝીન વાંચી રહ્યા હતા.એમની નાની બાળકી ત્યાં આજુબાજુ ફરી રહી હતી અને પિતા ને સતાવી રહી હતી.

તેથી તે પિતાએ મેગેઝીન માંથી ભારત ના નકશાવાળુ એક પેઝ ફાળ્યુ અને એ પેઝ ના થોડા ટુકડા કર્યા પછી તેની બાળકી ને આ પેઝ ના ટુકડા જોડી અને ફરી નકશો બનાવવા કહ્યુ.

પિતાને ખાતરી હતી કે દીકરી આ નકશો જોડવા માં આખો દીવસ નીકડી જશે.

પણ આ બાળકી તો અમુક મીનીટો માં જ નકશો જોડી આપ્યો આ જોઈ પિતા ને અચરજ થઈ અને પુછયુ કે દીકરી આ નકશો તે આટલી જલ્દી કેમ જોડી આપ્યો.

દીકરી એ જવાબ આપતા કહ્યુ કે “પપ્પા એ નકશા વાળા પેઝ ની બીજી બાજુ એક માણસ નો ચહેરો હતો આ નકશા ને બરાબર જોડવા મેં એ ચહેરો ગોઠવી દીધો.”

એટલુ કહી આ બાળકી બહાર રમવા જતી રહી.અને પિતા આ અચરજપુર્વક જોતા રહ્યા.

બોધ.............
આપણે દુનીયામાં જે અનુભવીએ છે તેની બીજી બાજુ પણ હોય છે તેથી આપણને જ્યારે મુશ્કેલી આવે તો કોઈ દીવસ ડરી જવુ નહી પણ આપણે બીજી બાજુ જોવુ જોઈએ કદાચ આ મુશ્કેલી આસાન થી પાર કરી શકીએ..!!

No comments:

Post a Comment