Saturday, December 22, 2012

Never Give Up...

પૈસા' કહે છે કે 'મને મેળવો' ..!!
'કેલેન્ડર' કહે છે કે 'મને ફેરવો'..!!
'સમય' કહે છે કે મારુ 'આયોજન કરો' ..!!
'ભવિષ્ય' કહે છે કે 'મને જીતો' ..!!
'ખુબસુરતી' કહે છે કે મને 'પ્રેમ કરો‘ ..!!

પણ 'ભગવાન' સાવ સાદી રીતે કહે છે કે,
'સખત કામ' કરો અને મારા પર 'વિશ્વાસ રાખો'..!!

Tuesday, December 18, 2012

હસે તેનુ ઘર વસે

એક વાધ સિગારેટ પીવા જ જઇ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને
બોલ્યો :- મારા ભાઇ છોડી દે નશો, અને જો આ જંગલ કેટલું સુંદર છે,
આવ મારી સાથે દુનિયાને નિહાળ.
વાધે એ થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો.

આગળ હાથી અફીણ પી રહ્યો હતો.
ઉંદર ફરીથી બોલ્યો :- હાથી ભાઇ છોડી દો અફીણ, આ નશો સારો નહી,
આવો મારી સાથે દુનિયાને નિહાળો.
હાથી પણ તેની સાથે ચાલવા લાગ્યો...

આગળ જાતા એક વાંદરા ડારુ પીતા તા...
ઉંદરે એને પણ કહ્યુ :- ભાઇ આ ડારુ છોડી દો, નશો સારો નહી, જોવો આ જંગલ કેટલું સુંદર છે,
આવો મારી સાથે આ સુંદર દુનિયાને નિહાળો...

આમ કરતા કરતા ઘણા પ્રાણીઓ એની સાથે ચાલવા લાગ્યા...
તે આગળ વધતો ગયો...
આગળ સિંહ વ્હિસ્કી પી રહ્યો હતો.
ઉંદરે એને પણ તેવું જ કહ્યું :- સિંહે ગ્લાસ સાઇડમાં મુક્યો અને ઉંદરને પાંચ-છ ફડાકા ઠોકી દીધા.
બધા બોલ્યા :- અરે, આ તો આપણને જિંદગી તરફ લઇ જાય છે. શા માટે આ બિચારાને મારો છો ???

સિંહ બોલ્યો :- આ નાલાયક ભાંગ પીને આવા જ નખરા કરે છે...એક વખત પણ ભાંગ પીને મને ત્રણ કલાક સુધી જંગલમાં ફેરવ્યો હતો...

Monday, December 17, 2012

પ્રભુ પંચાયતમાં બાળક...

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ..??
                      - પ્રણવ પંડ્યા

Monday, December 10, 2012

Never Forget Your Family...

એક ખુબ ધનિક વ્યક્તિ હતો...!!!

તેના ઘણા ધંધા હતા,તે આખો દિવસ પોતાના જુદા જુદા ધંધા સંભાળતો અને ઘરે મોડા પહોચતો...


એક દિવસ જયારે તે ઘરે પહોચ્યો ત્યારે તેના છોકરાએ કીધું પપ્પા મારે તમને કંઈક પૂછવું છે,



તો તે વ્યક્તિ એ દીકરા ને કહ્યું:"બોલ બેટા શું પૂછવું છે??"
છોકરો બોલ્યો "પપ્પા તમે ૧ કલાક માં કેટલું કમાઓ છો"

પિતા એ કીધું:"૪-૫ હજાર,પણ કેમ આવું પૂછે છે?"
છોકરો બોલ્યો "કઈ નહિ પપ્પા,મને ૨૫૦૦રૂ અપ્સો મારે કામ છે "

એણે તરત કાઢી ને આપી દીધા અને બંને સુઈ ગયા...

બીજા દિવસે સવારે જયારે તે વ્યક્તિ પોતાની ઓફિસે જતો હતો ત્યારે તેના છોકરા એ કીધું એક મિનીટ ઉભા રહો પપ્પા પછી તે પોતાના રૂમ માં ગયો અને બહાર આવી ને તેના પપ્પા ના હાથ માં ૪૦૦૦ રૂ મુક્યા"

એના પપ્પા એ પૂછ્યું આ શું બેટા?

છોકરો બોલ્યો "મારી પાસે ૧૫૦૦રૂ હતા અને તમે ૨૫૦૦ આપ્યા..
આ પૈસા લઇ લો અને પ્લીઝ આજનો દિવસ ૧ કલાક વહેલા ઘરે આવજો"


યાદ રાખો મિત્રો,તમે ગમે તેટલાં ધનીક થઇ જાવ પણ ક્યારેક પોતાનાં બાળકો માટે સમય આપવાનું ન ભૂલો,
ક્યારેય પોતાનાં પરીવાર ને ન ભૂલો...!!!

Sunday, December 9, 2012

Make Everyone Happy With Something You Have. That's Life.

A 9 Year Boy went to an ICE CREAM shop.
.
.
Waiter :- What do you want.?
.
Boy :- How much a CONE ICE CREAM costs ? .
Waiter :- Rs.15/-
.
Then the BOY checked his pocket & asked cost of
small cone ?
Irritated Waiter angrily said :- Rs.12/-
.
.
.
Boy ordered a small cone, had it, paid bill & left.
.
When the waiter came to pick the EMPTY PLATE
tears rolled down from his eyes.
.
The boy had left Rs 3 as Tip for him.
.
MORAL :- "MAKE EVERYONE HAPPY WITH SOMETHING YOU HAVE". That's Life..!!

Friday, December 7, 2012

કિરદાર

 
બાત કિરદાર કી હોતી હૈ વરના
કદ મેં તો સાયે ભી બડે હોતે હૈ..!!

Wednesday, December 5, 2012

રાજકારણના રંગ પર હાસ્ય સાથેનો કટાક્ષ

પુત્ર: પપ્પા ''રાજકારણ'' એટલે શું???

પપ્પા: તારી મા ઘર ચલાવે છે એટલે ''સરકાર'',  હું કમાવ છું એટલે ''કર્મચારી'',  કામવાળી કામ કરે છે એટલે ''મજુર'',  તું દેશની ''જનતા'',  અને આપણો નાનકો દેશનું ''ભવિષ્ય''...  આ ''રાજકારણ''


પુત્ર: હવે મને રાજકારણ સમજાયું...

પપ્પા:શું???

પુત્ર : કાલ રાત્રે મેં જોયું કર્મચારી મજુર સાથે કિચનમાં રંગરેલીયા મનાવતો હતો...
સરકાર સુવામાં જ મશગુલ હતી...
જનતાની કોઈને ફિકર નો'તી...
અને
દેશનું ભવિષ્ય ચોધારા આંસુએ ઘોડિયામાં રોઈ રહ્યું હતું..!!

Monday, December 3, 2012

….તો કહેવાય નહીં

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.


આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.


કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.


આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં


જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.


મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.


મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.


જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.

ગઝલ

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે ?


આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે !


માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે !


ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે !


Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lamp ને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે..!!

                                                 - ગુંજન ગાંધી

ના કર...

સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાંખીને કુંડાળા ન કર.



લોકો દિવાળી ભલેને ઉજવે,
પેટ બાળીને તું અજવાળા ન કર!

આજથી ગણ, આવનારી કાલને,
પાછલાં વરસોના સરવાળા ન કર!

ક્યાંક પત્થર ફેંકવાનું મન થશે,
ઇંટને તોડીને ઢેખાળા ન કર.

થઇ શકે તો રૂબરું આવીને મળ,
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

છે કવિતઓ બધી મોઢે મને,
મારી મિલકત ના તું રખેવાળા ન કર..!!

Sunday, December 2, 2012

કાં ન સચવાયો ?

આજ નીરખીને ખુદનો પડછાયો,
સાવ કારણ વિના જ ભરમાયો.

બારણાં છે તો કો’ક દિ ખખડે,
ખોલવા આમ થા ન રઘવાયો.

બૂમ તો કેટલાયે પાડી’તી,
માત્ર મારો જ શબ્દ પડઘાયો.

આપણું ક્યાં હતું જે ખોયું’તું
કેમ એના વિષે તું કચવાયો ?

અંત વેળાએ પૂછશે ઈશ્વર
શ્વાસ તારાથી કાં ન સચવાયો ?

                                                        – ઉર્વીશ વસાવડા


સરખામણી

પંતગિયુ કયારેય તેની પાંખોના રંગોની સરખામણી
બીજા પંતગિયાના રંગો સાથે કરતું હશે ?

મેઘ ધનુષ્ય ના સાતેય રંગો ને
એક બીજા ની ઈર્ષા થતી હશે ?


માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે
એની સરખામણી કરતી હશે ?

આંબો કયારેય બાજુના આંબા ને જોઈને એવું વિચારતો હશે
કે એ આંબા માં કેરી કેમ વધુ છે !

હા ,એટલી ખબર છે કે માણસ કાયમ પોતાની સરખામણી
બીજા સાથે કરતો ફરે છે !!! :(

Friday, November 30, 2012

પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર મર્સિડિઝ..!!

વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશ..!!

ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે.
એમીલની જે લકી ડૉટરનું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું. જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત.

ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય..!!

Thursday, November 29, 2012

સવાલ-જવાબ


સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!


સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?

જ: શ્રધ્ધા અને સંસ્કાર.

સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.


સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.


સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા


સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.


સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક


સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ


સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.


સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.


સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા


સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ


સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ


સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.


સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?


સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.

Wednesday, November 28, 2012

દિલ પુછે છે મારું, ભલા તું કેમ છેતરાય છે?

દિલ પૂછે છે મારું
ભલા તું કેમ છેતરાય છે?

આંખ તો જરા ખૂલ્લી રાખ,
મામા શકુનીઓ દેખાય છે?
ના વર્તુણુંક સહેવાય છે,
ના કોઇને કંઇ કહેવાય છે,

કથા હોય કે પછી ઘરનું વાસ્તુ,
ઉભા ઉભા તો ઉજવાય છે!

આ બધુ તો ઠીક છે ભલા,
પણ હદ તો ત્યાં થાય છે-
આપણા અવસરમાં કદી
ન કોઇ સમયસર આવી જાય છે!

દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?

પગાર તો સૌ લઇ આવે છે સારો
પોતાને માટે ક્યાં કંઇ ખર્ચાય છે.
સેલમાં ના જોઇતું ઉપાડી લાવે,
એ ઘરવાળીને ક્યાં કંઇ કહેવાય છે?

વસ્તી દેશીઓની વધી તો ગઇ,
પણ કોઇના ઘેર ક્યાં જવાય છે.
રસ્તે મળી તો હાય હલ્લો કરીને
મિત્રતા તો જાળવી રખાય છે.

દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?

Tuesday, November 27, 2012

એને પેલ્લેથી ફાવે છે દેશી...

ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી 
 મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય 

તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી… 


એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા,

ને હમ ખાવા દહ દિએ ન્હાતા… 

મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય
તો કે આખી ગુજરાત તને વેશી.
એને પેલ્લેથી ફાવે છે દેશી…. 


એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી.. 


આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પેલ્લેથી ફાવે છે દેશી..!!

Sunday, November 25, 2012

મિત્રો તો મારી દુનિયા છે...

એક માણસે મને પૂછ્યું : 'આ દુનિયામાં તમારા કેટલા મિત્રો છે?'
મેં માત્ર સ્મિત વેર્યું... કારણ કે ☆☆☆☆☆
એ મૂર્ખને ખબર નહોતી કે

'મિત્રો તો મારી દુનિયા છે...!!'

Thursday, November 22, 2012

પ્રક્રુતિના ત્તત્વો શુ કહે છે ?


સરોવર : દાન દેવાથી ઈશ્વરે આપેલું ઓછું થવાનું નથી
સૂર્ય : અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે પણ નહીં જુએ
વાદળ : મારી જેમ બીજા પર વરસી જતાં શીખો

બીજ : પૃથ્વીના પડને ચીરીને બહાર આવો
વૃક્ષ : કાયાને કષ્ટ આપી શરણે આવેલાને શાંતિ આપો
સાગર : મારી જેમ સારા ખરાબ તત્વોને તમારામાં સમાવો
ગુલાબ : મારી જેમ સુકૃત્યોની સુગંધ બીજાને આપો
તારો : અંધકારમાં આશાનો પ્રકાશ પણ ગુમાવશો નહીં
ચંદન : પોતે ઘસાઓ પણ બીજાને શીતળતા આપો
ઝરણું : ધ્યેય પ્રાપ્તિ માટે સતત આગળ વધો
લીમડો : કડવા વેણ કહો તો પણ બીજાની ભલાઈ માટે કહેજો
ધરતી : સારા ખરાબ સૌનું સહન કરતાં શીખો
આફત : જેવા સાથે તેવા થાવ

True Lines...

ના કિસી કે અભાવ મેં જીયો,
ના કિસી કે પ્રભાવ મેં જીયો,

ઝીંદગી આપકી હે,

બસ અપને સ્વભાવ સે જીયો..!!

Wednesday, November 21, 2012

લાગણી

"મજાક કરતો હતો" - એમાં ઘણીવાર સત્ય છુપાયેલું હોય છે

"મને કઈ ફર્ક નથી પડતો" - એમાં લાગણી છુપાયેલી હોય છે

"ઠીક છે" - માં ઘણી વાર દર્દ હોય છે

"મને એકલો રહેવા દો" - માં ઘણીવાર મદદ ની પોકાર હોય છે

"ખબર નથી" - માં પણ કૈક વિચાર હોય છે

"મૌન" - માં ઘણીવાર અસંખ્ય શબ્દો છુપાયેલા હોય છે

દરેક વખત "શબ્દો
" નહિ પણ "લાગણી" સમજવાની કોશિશ કરવી..!!

મંજિલ

મંજિલ તો મિલ હી જાયેગી, ભટક કર હી સહી,
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નિકલે હી નહિ..!!

Friday, November 9, 2012

કહેવતો નો આ ભંડાર માણવા જેવો છે

અક્કરમીનો પડીઓ કાંણો
અક્કલ ઉધાર ન મળે
અણીનો ચૂક્યો સો વરસ જીવે

અતિ લોભ તે પાપનું મૂળ
અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય

અધૂરો ઘડો છલકાય ઘણો
અન્ન અને દાંતને વેર
અન્ન તેવો ઓડકાર

અવળે અસ્ત્રે મૂંડી નાખવો 
અંજળ પાણી ખૂટવા

અંધારામાં તીર ચલાવવું
આકાશ પાતાળ એક કરવા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ

આજ રોકડા, કાલ ઉધાર
આજની ઘડી અને કાલનો દિ

આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
આદુ ખાઈને પાછળ પડી જવું

આપ ભલા તો જગ ભલા
આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય

આપ સમાન બળ નહિ
આફતનું પડીકું
આબરૂના કાંકરા કરવા

આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
આમલી પીપળી બતાવવી 

આલિયાની ટોપી માલિયાને માથે
આવ પાણા પગ ઉપર પડ
આવ બલા પકડ ગલા

આળસુનો પીર
આંકડે મધ ભાળી જવું
આંખ આડા કાન કરવા

આંગળા ચાટ્યે પેટ ન ભરાય
આંગળી ચિન્ધ્યાનું પુણ્ય
આંગળી દેતાં પહોંચો પકડે

આંગળીથી નખ વેગળા જ રહે
આંગળીના વેઢે ગણાય એટલાં
આંતરડી દૂભવવી

આંધળામાં કાણો રાજા
આંધળી દળે ને કૂતરા ખાય
આંધળે બહેરું કૂટાય

આંધળો ઓકે સોને રોકે
ઈટનો જવાબ પથ્થર
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

ઉડતા પંખીને પાડે તેવો હોંશિયાર
ઉતર્યો અમલદાર કોડીનો
ઉતાવળે આંબા ન પાકે

ઉંઠા ભણાવવા
ઉંદર બિલાડીની રમત
ઉંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું

ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો

ઊંટની પીઠે તણખલું
ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
ઊંડા પાણીમાં ઉતરવું નહિ

ઊંધા રવાડે ચડાવી દેવું
ઊંધી ખોપરી
એક કરતાં બે ભલા

એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
એક કાંકરે બે પક્ષી મારવા

એક ઘા ને બે કટકા
એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ

એક નન્નો સો દુ:ખ હણે
એક નૂર આદમી હજાર નૂર કપડાં
એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં

એક ભવમાં બે ભવ કરવા
એક મરણિયો સોને ભારી પડે
એક મ્યાનમાં બે તલવાર ન રહે

એક સાંધે ત્યાં તેર તૂટે
એક હાથે તાળી ન પડે
એકનો બે ન થાય

એના પેટમાં પાપ છે
એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
એરણની ચોરી ને સોયનું દાન

એલ-ફેલ બોલવું
ઓછું પાત્ર ને અદકું ભણ્યો
ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે

કજિયાનું મોં કાળું
કમળો હોય તેને પીળું દેખાય
કમાઉ દીકરો સૌને વહાલો લાગે

કરમ કોડીના અને લખણ લખેશરીના
કરો કંકુના
કરો તેવું પામો, વાવો તેવું લણો

કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
કાકા મટીને ભત્રીજા ન થવાય

કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
કાગડા બધે ય કાળા હોય
કાગડો દહીંથરું લઈ ગયો

કાગના ડોળે રાહ જોવી
કાગનું બેસવું ને ડાળનું પડવું
કાગનો વાઘ કરવો

કાચા કાનનો માણસ
કાચું કાપવું
કાન છે કે કોડિયું?

કાન પકડવા
કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ

કાનાફૂંસી કરવી
કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
કામ કામને શિખવે

કામના કૂડા ને વાતોના રૂડા
કારતક મહિને કણબી ડાહ્યો
કાળા અક્ષર ભેંશ બરાબર

કાંચિડાની જેમ રંગ બદલવા
કાંટો કાંટાને કાઢે
કીડી પર કટક

કીડીને કણ અને હાથીને મણ
કીધે કુંભાર ગધેડે ન ચડે
કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય

કુલડીમાં ગોળ ભાંગવો
કુંન્ડુ કથરોટને હસે
કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
કૂતરું કાઢતા બિલાડું પેઠું

કૂવામાં હોય તો અવેડામાં આવે
કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
કેસરિયા કરવા

કોઈની સાડીબાર ન રાખે
કોઠી ધોઈને કાદવ કાઢવો
કોણીએ ગોળ ચોપડવો

કોથળામાં પાનશેરી રાખીને મારવો
કોથળામાંથી બિલાડું કાઢવું
કોના બાપની દિવાળી

કોની માંએ સવા શેર સૂંઠ ખાધી છે
કોલસાની દલાલીમાં કાળા હાથ
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?

ખણખોદ કરવી
ખંગ વાળી દેવો
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે

ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
ખાડો ખોદે તે પડે
ખાતર ઉપર દીવો

ખાલી ચણો વાગે ઘણો
ખાળે ડૂચા અને દરવાજા મોકળા
ખિસ્સા ખાલી ને ભભકો ભારી

ખીલાના જોરે વાછરડું કૂદે
ખેલ ખતમ, પૈસા હજમ

ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર

ગઈ તિથિ જોશી પણ ન વાંચે
ગગા મોટો થા પછી પરણાવશું
ગતકડાં કાઢવા

ગધેડા ઉપર અંબાડી
ગધેડાને તાવ આવે તેવી વાત
ગરજ સરી એટલે વૈદ વેરી

ગરજવાનને અક્કલ ન હોય
ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે

ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ

ગાડા નીચે કૂતરું
ગાડી પાટે ચડાવી દેવી
ગાભા કાઢી નાખવા

ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય

ગામના મોંએ ગરણું ન બંધાય
ગાય દોહી કૂતરાને પાવું
ગાંઠના ગોપીચંદન

ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
ગાંડાના ગામ ન વસે
ગાંડી માથે બેડું

ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
ગાંધી-વૈદનું સહીયારું
ગેંગે-ફેંફે થઈ જવું

ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
ગોળ નાખો એટલું ગળ્યું લાગે
ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?

ગ્રહણ ટાણે સાપ નીકળવો
ઘડો-લાડવો કરી નાખવો
ઘર ફૂટે ઘર જાય

ઘર બાળીને તીરથ ન કરાય
ઘરડા ગાડા વાળે
ઘરડી ઘોડી લાલ લગામ

ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ

ઘરની ધોરાજી ચલાવવી
ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
ઘરે ધોળો હાથી બાંઘવો

ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
ઘી ઢોળાયું તો ખીચડીમાં

ઘી-કેળાં થઈ જવા
ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
ઘેર ઘેર માટીના ચૂલા

ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
ઘોડે ચડીને આવવું
ઘોરખોદિયો

ઘોંસ પરોણો કરવો
ચકીબાઈ નાહી રહ્યાં
ચડાઉ ધનેડું

ચપટી ધૂળની ય જરૂર પડે
ચપટી મીઠાની તાણ
ચમડી તૂટે પણ દમડી ન છૂટે

ચમત્કાર વિના નમસ્કાર નહિ
ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
ચાદર જોઈને પગ પહોળા કરાય

ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
ચાલતી ગાડીએ ચડી બેસવું
ચીભડાના ચોરને ફાંસીની સજા

ચીંથરે વીંટાળેલું રતન
ચેતતા નર સદા સુખી
ચોર કોટવાલને દંડે

ચોર પણ ચાર ઘર છોડે
ચોરની દાઢીમાં તણખલું
ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રૂએ

ચોરની માંને ભાંડ પરણે
ચોરની વાદે ચણા ઉપાડવા જવું
ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે

ચોરને ઘેર ચોર પરોણો
ચોરનો ભાઈ ઘંટીચોર
ચોરી પર શીનાજોરી

ચોળીને ચીકણું કરવું
ચૌદમું રતન ચખાડવું
છકી જવું

છક્કડ ખાઈ જવું
છછૂંદરવેડા કરવા
છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું

છાગનપતિયાં કરવા
છાજિયા લેવા
છાતી પર મગ દળવા

છાપરે ચડાવી દેવો
છાશ લેવા જવી અને દોણી સંતાડવી
છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય

છાસિયું કરવું
છિનાળું કરવું
છીંડે ચડ્યો તે ચોર

છોકરાંને છાશ ભેગા કરવા
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે ?

જનોઈવઢ ઘા
જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો

જમાઈ એટલે દશમો ગ્રહ
જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું

જશને બદલે જોડા
જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો

જા બિલાડી મોભામોભ
જા બિલ્લી કૂત્તે કો માર
જાગ્યા ત્યાંથી સવાર

જાડો નર જોઈને સુળીએ ચડાવવો
જાતે પગ પર કુહાડો મારવો
જીભ આપવી

જીભ કચરવી
જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે

જીવતા જગતીયું કરવું
જીવતો નર ભદ્રા પામે
જીવવું થોડું ને જંજાળ ઝાઝી

જીવો અને જીવવા દો
જીવ્યા કરતાં જોયું ભલું
જે ચડે તે પડે

જે જન્મ્યું તે જાય
જે નમે તે સૌને ગમે
જે ફરે તે ચરે

જે વાર્યા ન વરે તે હાર્યા વરે
જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
જેટલા મોં તેટલી વાતો

જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે

જેના લગન હોય તેના જ ગીત ગવાય
જેના હાથમાં તેના મોંમા
જેની લાઠી તેની ભેંસ

જેનું ખાય તેનું ખોદે
જેનું નામ તેનો નાશ
જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે

જેને રામ રાખે તેને કોણ ચાખે
જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી

જેવા સાથે તેવા
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
જેવી સોબત તેવી અસર

જેવું કામ તેવા દામ
જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
જેવો દેશ તેવો વેશ

જેવો સંગ તેવો રંગ
જોશીના પાટલે અને વૈદના ખાટલે
જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ

જ્યાં ચાહ ત્યાં રાહ
જ્યાં સંપ ત્યાં જંપ
જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
ઝાઝા હાથ રળિયામણા
ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા

ઝાઝી કીડી સાપને ખાઈ જાય
ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
ઝેરના પારખા ન હોય

ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
ટાઢા પહોરની તોપ ફોડવી
ટાઢા પાણીએ ખસ ગઈ

ટાલિયા નર કો'ક નિર્ધન
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય

ટોપી ફેરવી નાખવી
ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
ડહાપણની દાઢ ઉગવી

ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો

ડાંગે માર્યા પાણી જુદા ન પડે
ડુંગર દૂરથી રળિયામણા
ડૂબતો માણસ તરણું પકડે

ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર

તમાચો મારી ગાલ લાલ રાખવો
તલમાં તેલ નથી
તલવારની ધાર ઉપર ચાલવું

તારા જેવા તાંબિયાના તેર મળે છે
તારા બાપનું કપાળ
તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?

તારું મારું સહીયારું ને મારું મારા બાપનું
તાલમેલ ને તાશેરો
તાંબિયાની તોલડી તેર વાના માંગે

તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
તીસમારખાં
તુંબડીમાં કાંકરા

તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
તેલ જુઓ તેલની ધાર જુઓ

તેલ પાઈને એરંડિયું કાઢવું
તોબા પોકારવી
તોળી તોળીને બોલવું

ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
ત્રેવડ ત્રીજો ભાઈ છે

થાબડભાણા કરવા
થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
થૂંકના સાંધા કેટલા ટકે?

થૂંકેલું પાછું ગળવું
દયા ડાકણને ખાય
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

દળી, દળીને ઢાંકણીમાં
દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે

દાઝ્યા પર ડામ
દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
દાણો દબાવી જોવો

દાધારિંગો
દાનત ખોરા ટોપરા જેવી
દામ કરે કામ અને બીબી કરે સલામ

દાળમાં કાળું
દાંત કાઢવા
દાંત ખાટા કરી નાખવા

દાંતે તરણું પકડવું
દિ ભરાઈ ગયા છે
દિવાલને પણ કાન હોય

દીકરી એટલે સાપનો ભારો
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય

દીવા તળે અંધારું
દુ:ખતી રગ દબાવવી
દુ:ખનું ઓસડ દહાડા

દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
દુકાળમાં અધિક માસ
દૂઝતી ગાયની લાત ભલી

દૂધ પાઈને સાપ ઉછેરવો
દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ

દે દામોદર દાળમાં પાણી
દેખવું નહિ અને દાઝવું નહિ
દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા

દોડવું હતું ને ઢાળ મળ્યો
દોરડી બળે પણ વળ ન છૂટે
દ્રાક્ષ ખાટી છે

ધકેલ પંચા દોઢસો
ધણીની નજર એક, ચોરની નજર ચાર

ધનોત-પનોત કાઢી નાખવું
ધરતીનો છેડો ઘર
ધરમ કરતાં ધાડ પડી

ધરમ ધક્કો
ધરમના કામમાં ઢીલ ન હોય
ધરમની ગાયના દાંત ન જોવાય

ધાર્યું ધણીનું થાય
ધીરજના ફળ મીઠા હોય
ધોકે નાર પાંસરી

ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
ધોયેલ મુળા જેવો

ધોળા દિવસે તારા દેખાવા
ધોળામાં ધૂળ પડી
ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે

ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં

ન બોલ્યામાં નવ ગુણ
ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
ન મામા કરતા કહેણો મામો સારો

નકલમાં અક્કલ ન હોય
નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય

નબળો ધણી બૈરી પર શૂરો
નમાજ પડતા મસીદ કોટે વળગી
નરમ ઘેંશ જેવો

નવ ગજના નમસ્કાર
નવરો ધૂપ
નવરો બેઠો નખ્ખોદ કાઢે

નવાણિયો કૂટાઈ ગયો
નવાણુંનો ધક્કો લાગવો
નવી વહુ નવ દહાડા

નવે નાકે દિવાળી
નવો મુલ્લો બાંગ વધુ પોકારે
નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા ઊભા થાય

નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
નસીબનો બળિયો

નાક કપાઈ જવું
નાક કપાવી અપશુકન ન કરાવાય
નાકે છી ગંધાતી નથી

નાગાને નાવું શું અને નીચોવવું શું ?
નાચવું ન હોય તો આંગણું વાંકુ
નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ

નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
નાના મોઢે મોટી વાત

નાનો પણ રાઈનો દાણો
નીર-ક્ષીર વિવેક
નેવાના પાણી મોભે ના ચડે

પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ

પડ્યા પર પાટું
પડ્યો પોદળો ધૂળ ઉપાડે
પઢાવેલો પોપટ

પત્તર ખાંડવી
પથ્થર ઉપર પાણી
પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?

પવન પ્રમાણે સઢ ફેરવવો
પહેલું સુખ તે જાતે નર્યા
પહેલો ઘા પરમેશ્વરનો

પંચ કહે તે પરમેશ્વર
પાકા ઘડે કાંઠા ન ચડે
પાઘડી ફેરવી નાખવી

પાઘડીનો વળ છેડે
પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
પાણી પાણી કરી નાખવું

પાણી ફેરવવું
પાણીમાં બેસી જવું
પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય

પાણીમાંથી પોરા કાઢવા
પાનો ચડાવવો
પાપ છાપરે ચડીને પોકારે

પાપડી ભેગી ઈયળ બફાય
પાપી પેટનો સવાલ છે
પારકા કજિયા ઉછીના ન લેવાય

પારકી આશ સદા નિરાશ
પારકી છઠ્ઠીનો જાગતલ
પારકી મા જ કાન વિંધે

પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ

પારકે પૈસે દિવાળી
પારકે ભાણે લાડુ મોટો દેખાય
પાશેરામાં પહેલી પુણી છે

પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
પાંચમાં પૂછાય તેવો
પાંચે ય આંગળી ઘીમાં

પાંચે ય આંગળી સરખી ન હોય
પાંચે ય આંગળીએ દેવ પૂજવા
પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી

પીઠ પાછળ ઘા
પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ

પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
પેટ કરાવે વેઠ

પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
પેટ છે કે પાતાળ ?
પેટનો બળ્યો ગામ બાળે

પેટિયું રળી લેવું
પેટે પાટા બાંધવા
પૈસા તો ડાબા હાથનો મેલ છે

પોચું ભાળી જવું
પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
પોતાનો કક્કો જ ખરો કરવો

પોથી માંહેના રીંગણા
પોદળામાં સાંઠો
પોપટીયું જ્ઞાન

પોપાબાઈનું રાજ
પોલ ખૂલી ગઈ
ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય

ફાટીને ધુમાડે જવું
ફાવ્યો વખણાય
ફાંકો રાખવો

ફુલ નહિ તો ફુલની પાંખડી
ફૂલાઈને ફાળકો થઈ જવું
ફૂંકી ફૂંકીને પગ મૂકવો

બકરું કાઢતા ઊંટ પેઠું
બગભગત
બગાસું ખાતા પતાસું મળ્યું

બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
બધો ભાર કન્યાની કેડ પર
બલિદાનનો બકરો

બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
બળિયાના બે ભાગ
બાઈ બાઈ ચારણી

બાડા ગામમાં બે બારશ
બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
બાપ શેર તો દીકરો સવા શેર

બાપના કૂવામાં ડુબી ન મરાય
બાપનું વહાણ ને બેસવાની તાણ
બાપે માર્યા વેર

બાફી મારવું
બાર ગાઉએ બોલી બદલાય
બાર બાવા ને તેર ચોકા

બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી

બારે મેઘ ખાંગા થવા
બારે વહાણ ડૂબી જવા
બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે

બાવાના બેઉ બગડ્યા
બાવો ઉઠ્યો બગલમાં હાથ
બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય

બિલાડીના કીધે શિંકુ ન ટૂટે
બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે

બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
બીડું ઝડપવું

બે ઘરનો પરોણો ભૂખે મરે
બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
બે પાંદડે થવું

બે બદામનો માણસ
બે બાજુની ઢોલકી વગાડવી
બેઉ હાથમાં લાડવા

બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
બોડી-બામણીનું ખેતર
બોલે તેના બોર વેંચાય

બંધ બેસતી પાઘડી પહેરી લેવી
બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય
ભડનો દીકરો

ભણેલા ભીંત ભૂલે
ભલભલાને ભૂ પાઈ દેવું
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ

ભાગતા ભૂતની ચોટલી ભલી
ભાગ્યશાળીને ભૂત રળે
ભાંગરો વાટવો

ભાંગ્યાનો ભેરુ
ભાંગ્યું તો ય ભરુચ
ભાંડો ફૂટી ગયો

ભીખના હાંલ્લા શિકે ન ચડે
ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
ભૂત ગયું ને પલિત આવ્યું

ભૂતનું સ્થાનક પીપળો
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
ભૂંડાથી ભૂત ભાગે

ભેખડે ભરાવી દેવો
ભેજાગેપ
ભેજાનું દહીં કરવું

ભેંશ આગળ ભાગવત
ભેંશ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ

ભેંશના શીંગડા ભેંશને ભારી
મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય

મગજમાં રાઈ ભરાઈ જવી
મગનું નામ મરી ન પાડે
મગરનાં આંસુ સારવા

મણ મણની ચોપડાવવી
મન હોય તો માળવે જવાય
મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ

મનનો ઉભરો ઠાલવવો
મનમાં પરણવું ને મનમાં રાંડવું
મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા

મરચા લાગવા
મરચાં લેવા
મરચાં વાટવા

મરચું-મીઠું ભભરાવવું
મરતાને સૌ મારે
મરતો ગયો ને મારતો ગયો

મસાણમાંથી મડા બેઠા કરવા
મસીદમાં ગયું'તું જ કોણ?

મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
મળે તો ઈદ, ન મળે તો રોજા

મંકોડી પહેલવાન
મા તે મા, બીજા બધા વગડાના વા

માખણ લગાવવું
માણસ માત્ર ભૂલને પાત્ર
માથા માથે માથું ન રહેવું

માથે દુખનાં ઝાડ ઉગવા
માથે પડેલા મફતલાલ

Thursday, September 27, 2012

શબ્દો

શબ્દોથી જીવુ છું જિંદગી,
શબ્દોથી પામુ છું જિંદગી.

લખવા માટે લખતો નથી,

શબ્દોથી ચાહું છું જિંદગી

જેટલી મળી છે, ઓછી છે,

શબ્દોથી માંગું છું જિંદગી.

તૂટ્યા શ્વપનો, તુટ્યુ દિલ,

શબ્દોથી ભાંગું છું જિંદગી.

રિસાઈ ગઈ છે 'અખ્તર',

શબ્દોથી મનાવુ છું જિંદગી..!!