Thursday, September 27, 2012

શબ્દો

શબ્દોથી જીવુ છું જિંદગી,
શબ્દોથી પામુ છું જિંદગી.

લખવા માટે લખતો નથી,

શબ્દોથી ચાહું છું જિંદગી

જેટલી મળી છે, ઓછી છે,

શબ્દોથી માંગું છું જિંદગી.

તૂટ્યા શ્વપનો, તુટ્યુ દિલ,

શબ્દોથી ભાંગું છું જિંદગી.

રિસાઈ ગઈ છે 'અખ્તર',

શબ્દોથી મનાવુ છું જિંદગી..!!

જિંદગી

ઍક દિવસ જિંદગી
મને શોધતી આવી અને
પુછયુ તેણે

''ક્યાં છે ઍ વ્યક્તિ જેને
તૂ મારા કરતા વધુ
ચાહે છે ?''

અને મેં તમારુ સરનામુ
આપી તેને તમારે ત્યાં
રવાના કરી..!!

Saturday, September 15, 2012

ભણતર પ્રત્યે નો અભિગમ

એવા તો કેટલાયે લોકો છે કે જેમને ભણવા કરતા અન્ય બાબતો માં વધુ રસ હોવાને લીધે કદાચ તેઓ એંજીનીયર, ડૉક્ટર કે સી.એ. ના બની શક્યા પણ તેમના કરતા પણ વધુ સફળ બન્યા!!

આવા કેટલાક લોકો વિશે નીચે માહિતી આપું છુ! - “તારે ઝમીન પર” ફિલ્મ તો યાદ હશે જ !! 

1)
આ મહાશય ને ભારત માં કોણ નથી ઓળખતું? ક્રિકેટ નો ભગવાન ક્યારેય કોલેજ નથી ગયો એ તો તમને ખબર જ હશે !

2)
છે કોઈ ગુજરાતી જે આ ઊદ્યોગપતિ ને નથી ઓળખતું? તેમણે ૧૬ વર્ષની વયે મેટ્રીક ની પરીક્ષા આપીને રિઝલ્ટની પણ રાહ જોયા વિના મધ્ય એશિયા તરફ કામ કરવા માટે દોટ મૂકી હતી !

3)  
ટેક્નોલોજીની દુનિયા માં ક્રાંતિ લાવનાર સ્વ. સ્ટીવ જોબ્સ કોલેજ માં ફક્ત ૧ સેમેસ્ટર ભણી ને ઊઠી ગયા હતા !

4)
હાર્વડ યુનિવર્સિટી માંથી ડિગ્રી પૂરી કર્યા વિના ઊઠી ગયેલો એક રખડુ છોકરો દુનિયા નો સૌથી અમીર વ્યક્તિ બની ગયો !

5)
દુનિયાને સર્વશ્રેષ્ઠ ફિલ્મો પૂરી પાડનાર સ્પીલબર્ગને ‘ફિલ્મ મેકીંગ ઈંસ્ટીટ્યુટ’ માં એડમિશન પણ નહ્તુ મળ્યું !

6)
હાલમાં સમગ્ર દુનિયાને ‘ફેસબૂક’ વડે જોડીને પોતાના તાલે નચાવનાર માર્ક ઝૂકરબર્ગ ક્યારેય પોતાની ડિગ્રી પૂરી કરી શક્યો નથી….બિલ ગેટ્સની જેમ તેણે પણ હાર્વડ યુનિવર્સિટી માંથી પોતાનો અભ્યાસ પડતો મૂક્યો છે !

=============================

આવા તો કંઈ કેટલાયે ઊદાહરણૉ છે….અહીં કહેવાનું તાત્પર્ય એ નથી કે ભણવું કંઈ કામ નું નથી…પરંતુ બોધ એ છે કે, 

“વ્યક્તિ (બાળક) ને જેમાં રસ-રુચિ હોય તે ફિલ્ડ માં આગળ વધવા દો….દુનિયા બહુ મોટી છે…ક્યાંય ને ક્યાંયથી તો એ કમાઈ જ લેશે… કોને ખબર! સચીન ને ફરજિયાત એના પિતાએ કોલેજ કરાવી હોત તો કદાચ એ ક્યારેય પાસ પણ ના થઈ શક્યો હોત.!!

Friday, September 14, 2012

gujju

જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે
નાસીપાસ ના થતા, બસ એ વાત યાદ
રાખજો કે દરેક રમત માં હંમેશા પ્રેક્ષકો
જ શોર મચાવતા હોય છે..!!

બતાવી દો એને ગઝલ આપણી...

ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.

સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !

ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.

ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !

અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !

તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !

બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा....?????

માં

ધણધણી લાગણીઓ ને પુરા શરીરે લખલખો
અરે આ માળી ને તમે વૃધાશ્રમ માં ના મુકો
આ જનેતા એ પેટ ચીરી ને તમને જીવાડ્યા
ઢળતી ઉમરે એના જીવને રજડતો ના મુકો..!!

Friday, September 7, 2012

મુશ્કેલી

દિવસ માં જો તમે કોઈ પણ મુશ્કેલી માંથી પસાર ના થાઓ
તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો..!!
                                                       - સ્વામી વિવેકાનંદ

હિંમત

ફક્ત એક જ ટકો કાફી ને પુરતો છે મહોબ્બત માં,
બાકી ના નવાણું ટકા ખર્ચી નાખ હિંમત માં..!!
                                                             - મરીઝ