Friday, September 14, 2012

બતાવી દો એને ગઝલ આપણી...

ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.

સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !

ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.

ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !

અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !

તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !

બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा....?????

No comments:

Post a Comment