Saturday, May 25, 2013

મઝહબ નહિ શીખાતા ... આપસ મેં બૈર રખના...


મુસ્લિમ કો કુરાન મેં ઈમામ ના મિલા....
હિંદુ કો ગીતા મેં ભગવાન ના મિલા...

ઉસ ઇન્સાન કો આસમાન મેં ક્યાં ઈશ્વર મિલેગા...
જિસ ઇન્સાન કો ઇન્સાન મેં ઇન્સાન ના મિલા....

સ્ત્રોત: હરીઓમ (સ્ટેટસ)

Wednesday, May 8, 2013

બસ ડ્રાઈવર અને ધર્મગુરૂ

એક બસ ડ્રાઈવર  અને એક ધર્મગુરૂ મરીને સ્વર્ગમાં ગયા.
ચિત્રગુપ્તે બન્નેના ચોપડા જોઈને બસડ્રાઈવરને રહેવા પુષ્કળ નોકરચાકર સાથેનો એક ભવ્ય મહેલ આપ્યો.
પેલા ધર્મગુરૂને રહેવા એક સામાન્ય બે રૂમનું ઘર મળ્યું. ગુરૂને એ અન્યાય લાગ્યો.
તેમણે ફરિયાદ કરી,
એ ડ્રાઈવર તો આડેધડ બસ ચલાવતો હતો અને લોકોના જીવને જોખમમાં નાખતો હતો, છતાં તેને મહેલ અને મેં તો અનેક લોકોને કથામાં ઈશ્વર અંગે સમજાવ્યું અને ધર્મનો પ્રચાર કર્યો તોયે મને સામાન્ય ઘર?   :-?
ચિત્રગુપ્તે તેમને કારણ સમજાવ્યું,
તમારી વાત સાચી છે. પણ જ્યારે તમે કથા કરતા ત્યારે લોકો ઝોકાં ખાતા હતા….અને જ્યારે એ ડ્રાઈવર બસ ચલાવતો ત્યારે લોકો ભગવાનનું નામ લેતા હતા…

Monday, May 6, 2013

આઝાદ ભારતમાં આજે પણ આપણે ગુલામ છીએ તેવું નથી લાગતું ??


ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા. નહેરુએ પ્રમુખને કહ્યું, “ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?” પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, “ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે.” પ્રમુખને પૂછવામાં આવ્યું, “આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?” “ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?”-પ્રમુખે ઉચ્ચાર્યું. “પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?”

વાચક મિત્ર, આપને જાણીને મહદાશ્ચર્ય થશે કે આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું. રાષ્ટ્રભાષા, માતૃભાષા તેમજ શિક્ષણની ભાષા અંગેના પ્રશ્નો આપણે ત્યાં કેવા વકર્યા છે!

માતૃભાષા એટલે શું?

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.

‘રમાડું છું’, ‘ખવડાવું છું’ જેવા ‘બીજા’ માટે કંઈક કરવા માટેના શબ્દો ભારતીય સંસ્કૃતિની દેણ છે. આ શબ્દો માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દો નથી. અંગ્રેજી ભાષાની ટીકા નથી કરતો છતાં એ હકીકત છે કે અંગ્રેજી ભાષા સ્વાર્થી ભાષા છે, જેમાં પોતાના માટે કરવાની ક્રિયાના શબ્દો જ મળે છે જ્યારે સંસ્કૃત તેમજ તેમાંથી ઉતરી આવેલી તમામ ભારતીય ભાષાઓમાં ‘બીજા’ નો વિચાર છે. એ જ રીતે અંગ્રેજી પરંપરામાં હસ્તધૂનનથી વિશેષ અભિવાદન કરવા માટે કોઈ પદ્ધતિ નથી.

માતૃભાષામાં શિક્ષણ

માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઉગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને તમામ રીતે અનુકૂળ વાતાવરણ(જમીન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ તથા નિંદામણ જેવી સંભાળ) મળી ગયું હોય.

શું કરી શકાય?
1. પરિવારજનો બાળકને ઘરમાં ગુજરાતીમાં લખવા-વાંચવાની ટેવ પાડી શકે તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હોવા છતાં બાળક સુંદર રીતે ગુજરાતી લખી, વાંચી તેમજ બોલી શકે. ગુજરાતી પરિવારોમાં આ કાર્ય અસરકારક રીતે શરુ થાય એ જોવું એ માતૃભાષા અભિયાનનો એક ભાગ હોવો
જરુરી છે જે અંતર્ગત . . . . .

1.1 ઘર-ઘરમાં ગુજરાતી પુસ્તકો વંચાતા થાય એ માટે તેઓમાં વાંચનભૂખ જગાડવામાં આવે,

1.2 ગુજરાતીમાં લખવાનો મહાવરો થાય એ માટે પેન-પેન્સિલથી પત્રો લખવાનું વિસરાઈ ગયેલું કાર્ય ફરીથી શરુ કરાવવું ઉપરાંત

1.3 કોમ્પ્યુટરના કી-બોર્ડ પર ગુજરાતીમાં ટાઈપ કરીને ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેલ મોકલવા,

1.4 ગુજરાતીમાં વાતચીત (ચેટિંગ) કરવી વગેરે બાબત અંગે વિચારી શકાય.

2. ભારતીય મુસ્લિમ પરિવારો પોતાના બાળકોને ઉર્દૂ, ફારસી તેમજ ઈસ્લામ ધર્મનું શિક્ષણ મળે એ માટે જાણકાર શિક્ષક રાખે છે તેમ ગુજરાતી વિષયના શિક્ષકનું ટ્યુશન બાળકને ઘરમાં મળતું થાય એમ કરી શકાય.

3. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી અંગ્રેજી લખતા-વાંચતા-બોલતા આવડી જ જાય એ એક ગેરસમજ અને અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ અંગ્રેજી  લખતા-વાંચતા-બોલતા આવડે એ બીજી ગેરસમજ બાળકોના વાલીઓમાંથી દૂર થવી જોઈએ. જેથી બાળકોનો ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ

પુન: શક્ય બનશે.

ઈઝરાયલની ઘણીબધી વાતો અજબ પ્રકારની છે. ત્યાં માત્ર એક દિવસનો વરસાદ પડે છે જેનો સંગ્રહ કરીને આખું રાષ્ટ્ર પાણીની જરુરિયાત સંતોષે છે. ફળોના વૃક્ષ-વેલાને સૌથી વધુ પાણીની જરુર પડે છે ત્યારે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમથી ટીપે-ટીપે પાણી સીધું મૂળને મળે એવી વ્યવસ્થા કરીને ફળોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં તેઓ ફળોની નિકાસ કરે છે.

ઈઝરાયલના પ્રત્યેક નાગરિક માટે મિલિટરી તાલીમ ફરજિયાત છે. છોકરો હોય કે છોકરી, એ ચોક્કસ વયના થાય એટલે લશ્કરી તાલીમમાં જોડાઈ જ જવાનું! થોડા વર્ષો પૂર્વે એવું બન્યું કે મિસ ઈઝરાયલ બનીને એક છોકરી વિશ્વસુંદરીની સ્પર્ધામાં જોડાઈ હતી. તેની લશ્કરી તાલીમ માટેની તારીખ આવી એટલે કોઈ દલીલ કર્યા વિના સ્પર્ધામાંથી નીકળી જઈને પોતાના દેશ પરત ફરી ને લશ્કરી તાલીમમાં જોડાઈ ગઈ. 

મિત્ર, સાત ડાઘીયા કૂતરા જેવા આરબ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું બિલાડીનાં બચ્ચા જેવું ઈઝરાયલ એવા ઘૂરકિયા કરે છે કે કોઈ દેશ એના પર આક્રમણ કરવાની ગુસ્તાખી કરી શકતો નથી. જે દેશના નાગરિકો દેશપ્રેમના નશામાં તરબોળ હોય, નેતાઓ ખુમારી તેમજ આત્મસમ્માનની ભાવનાથી ચકચૂર હોય એ દેશનું કોઈ શું બગાડી શકે?

ઈઝરાયલ આઝાદ થયુ ત્યારે વિશ્વભરના દેશોમાં દસકાઓ-સૈકાઓથી સ્થાયી થયેલા યહુદી ધર્મના લોકો પોતાના વતન ઈઝરાયલ જવા તૈયાર થઈ ગયા. જે-તે દેશમાં કમાવેલા પોતાના મકાન, દુકાન, ઓફીસ, કીર્તિ, પ્રતિષ્ઠા, ધનદોલત, વેપાર ક્ષણભરમાં પડતા મુકીને પ્રત્યેક યહુદી થનગનાટ કરતો ઈઝરાયલ પહોંચી ગયો. એક જ રાષ્ટ્રધર્મ – યહુદી, એક જ રાષ્ટ્રપુસ્તક – તાલમુદ અને એક જ રાષ્ટ્રભાષા – હિબ્રુ -આવી ખુમારી ધરાવતો, દુ:શ્મન દેશોને હંફાવતો ઈઝરાયલ દેશ ખરા અર્થમાં સિંહ સાબિત થયો છે. કોઈ પણ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ઉભી કરવા માટે અને એને ટકાવવા માટે રાષ્ટ્ર-ધર્મ, -પુસ્તક, -ભાષા એક જ હોવા અનિવાર્ય છે -એ સિદ્ધાંત છે. પોતાના પતિ પ્રત્યે સ્ત્રીને જે ભાવ હોય છે એ ભાવ એના પાડોશી માટે ના જ હોય. એને જ પતિનિષ્ઠા કહેવાય. પતિવ્રતા અને વેશ્યામાં આ જ તો ફર્ક છે!

ભારત જેવા સમર્થ રાષ્ટ્રને ઉંદરડાં જેવા પાડોશી રાષ્ટ્રો હેરાન કરી રહ્યાં છે, વિદેશી આતંકવાદીઓ સીમાની અંદર ઘુસીને તબાહી મચાવી રહ્યાં છે ત્યારે વિચાર આવે છે કે આ દેશનું યુવાધન શું કરે છે? આપણા યુવા ભાઈ-બહેનો લશ્કરી તાલીમ મેળવવા થનગને છે કે તેનાથી દૂર ભાગે છે? પ્રથમ નજરે જે ચિત્ર આંખ સામે આવે છે એ નિરાશાજનક જણાય છે. સિનેમાઘરો, ડાંસબારો, મોજ-મજાનાં તમામ સ્થળોએ પડાપડી થાય છે જ્યારે કુસ્તીના અખાડા, પુસ્તકાલયો, વિચારયુદ્ધના મંચો સૂમસામ જણાય છે. સ્પર્ધાનું વાતાવરણ છે, પરંતુ શારિરીક મહેનત વગર પૈસો તેમજ કીર્તિ કમાવાનું શિક્ષણ મેળવવામાં, પાંચ-સાત આંકડાનો માસિક પગાર મેળવવામાં અને ધંધો વિકસાવવામાં!

છેલ્લે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો તેની શરુઆત રેલ્વેસ્ટેશનથી થઈ. સ્ટેશનનું નામ ‘વિક્ટોરિયા ટર્મીનસ’થી બદલીને ‘શિવાજી ટર્મીનસ’ રાખવાથી શિવાજી પેદા થઈ શકે છે? ત્યાં પાંચસો માણસોને આતંકવાદીઓએ વીંધી નાંખ્યા. કારણ શું? પાંચ હજાર માણસો જીવ બચાવવા ભાગતા હતાં, જેઓની પીઠ આતંકવાદીઓ તરફ હતી. આ પાંચ હજારમાંથી માત્ર સો યુવાનો ભાગવાને બદલે સામે ધસી ગયા હોત તો પાંચેય આતંકવાદીઓ પકડાઈ ગયા હોત. શક્ય છે કે સોમાંથી નેવું જણા મરી પણ ગયા હોત! છતાં પાંચસોની સામે આ આંકડો બહુ નાનો ગણાય. પ્રશ્ન છે attitude નો! આપણે પલાયનવાદી છીએ કે પુરુષાર્થવાદી, ભાગવામાં કુશળ છીએ કે સામનો કરવામાં? લશ્કરી તાલીમ આપણા યુવાધનના attitude માં કોઈ ફરક કરી શકે છે કે કેમ? ભારતે ભાગી છૂટવાની નહિ, સામનો કરવાની જરુર છે. વિચારો, આ પ્રકારની ઘટના ઈઝરાયલમાં બની હોત તો ત્યાંના યુવાનોએ શું કર્યું હોત! આપણે પણ આપણી અસ્મિતા જાગ્રત કરીએ અને એને ટકાવીએ.

- કલ્પેશ સોની

આને કહેવાય સાચો મુસ્લિમ!

હાશિમ આમલા બીયર કંપનીનો લોગો હોય તેવું ટીશર્ટ નથી પહેરતો.

તે કહે છે કે બિયરને પ્રમોટ કરવું તે ઇસ્લામની વિરુદ્ધ છે.

ફોટા માં તમે એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો…

તેણે આ બાબતની રજુઆત ક્રિકેટ બોર્ડને કરી હતી, જે સફળતાપૂર્વક માન્ય રાખવામાં આવી હતી..
એક બાજુ એવા આંતકીઓ છે, જે સમજ્યા વિના જ બધાને મારી નાખે છે,

અને એક બાજુ આ હાશિમ આમલા જેવા પણ છે… એ તો તમને ખ્યાલ જ હોવો જોઇએ કે આમલા નાં દાદા સુરતનાં જ છે.. અને વર્ષો પહેલા વ્યાપાર અર્થે દક્ષિણ આફ્રિકામાં સ્થાઇ થયા હતા..

Action speak louder than words


Wednesday, May 1, 2013

સમય

ભલેને કાતરથી ક્ષણોને કાપે છે સમય,
સરખા અવસર બધાને આપે છે સમય.

રખેને સમજતા કે દુખ એટલેજ જિંદગી,
પાણી તમારી ધીરજનું માપે છે સમય .

ઠોકરો આપીને શીખવાડે કેમ ન ચલાય,
ખરા સોનાનેય વધુવાર તાપે છે સમય.

બધા પત્તા ખુલ્લા કદી ન કરે જિંદગીમાં,
ઘણું બધું સદા સંતાડીને રાખે છે સમય.

મોટીમોટી કસોટીઓ એજ જિંદગી
યોદ્ધાને પણ ચક્રવ્યૂહમાં નાંખે છે સમય..!!