Tuesday, January 29, 2013

જીંદગી

વિદાય લીધી પાનખરે,વસંતની મોસમ આવી ગઈ
ચારે તરફ હતો ઉજાસ પણ,આંખ સામે એ અંધારી રાત આવી ગઈ
જે કહેવી નહોતી એ,વાત હોઠ પર આવી ગઈ
નથી ભુલાયા જે,તેમની અચાનક યાદ આવી ગઈ
ફરી પાછી આંખની સામે,એ અંધારી રાત આવી ગઈ
યાદ આવી ગઈને, આંખોના રણમાં એ વરસાદ લાવી ગઈ
ચાલ જીંદગી થોડુ બેસીએ હવે,મારા કરતા તુ વધારે થાકી ગઈ..!!

Sunday, January 27, 2013

એ જ નક્કી ના થતું...

આવવાનું કે જવાનું, એ જ નક્કી ના થતું,
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.

જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.

ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.

પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.

જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું..!!

મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી...

મેં હથેળીને પછી મુઠ્ઠી કરી,
ભાગ્યરેખા એ રીતે લાંબી કરી.


ચામડીને તો કરચલી ચાલશે,
મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી.


પગ ભટકવા એટલા જીદે ચડ્યા,
મેં બધા નકશાની લો હોળી કરી.


આટલું અજવાળુ અમને બસ હતું.
આંખ પાછી કેમ તેં મોટી કરી.


પરસેવો શું હોય, સમજાવો તરત,
પાણી એ નિર્દોષ ઉઘરાણી કરી..!!

Saturday, January 19, 2013

કહેવાય ના કારીગરી?

મીણબત્તી ગાંઠની ખર્ચી અમે proxy ભરી,
ને સવારે સૂરજે આવીને દમદાટી કરી.


પાર જેને માટે થઈ દીવાનગીની હદ કરી,
એમણે સામે હવે ભારે સમજદારી ધરી.


વાસેલાને વાસવાનું શક્ય પણ બનશે ફરી,
આપણે ખોલી શક્યા જો આ-પણાને બસ જરી.


ઢાળને ગમતું નથી ઊંચા થવું નીચે જવું,
વાત પણ સરખાપણાની સહેજ ના કાને ધરી.


આગ જ્યાં અટકી હતી ને, જ્યાં ધુમાડો છે શરૂ,
ત્યાં હવાના કામને કહેવાય ના કારીગરી..??

Wednesday, January 16, 2013

वीर

जीत निश्चित हो तो, कायर भी लड़ सकते है,
वीर तो वहां भी लड़ते है जहाँ हार निश्चित हो..!!

Friday, January 11, 2013

બિના સન ઓફ ગુજરાત

કભિ કભિ મેરે દિલ મે યે સવાલ આતા હે
કે અગર દુનિયા મે ગુજરાતી ના હોતે તો ક્યા હોતા..!!

ક્યા દિન, ક્યા રાત બિના સન ઓફ ગુજરાત
દુનિયા લગતિ જેસે બિના ચિડિયા કા ઘોસલા
without ભાખરી, ફાફડા , ખાખરા એન્ડ માય ફેવરીટ ઢોકળા

ના હોતે ઝવેરી ના હી હોતે પટેલ
બિના અંબાણી કે સબ ધંધે હોતે ફેઇલ
સમજ મેરી બાત યાર સીધી સી હે બાત
બિના સન ઓફ ગુજરાત..!!

કભિ કભિ મેરે દિલ મે યે સવાલ આતા હે
કે અગર દુનિયા મે ગુજરાતી ના હોતે તો ક્યા હોતા
એસા લગતા જેસે પહેના હે કુર્તા બગેર પજામા
કોન કહેતા 'કેમ છો..??' ને કોન કહેતા 'મજા મા..??'
કોન કહેતા પેપ્સી કો ફેફ્સી ??

રમેશભાઇ , સુરેશભાઇ , દિનેશભાઇ ના હોતે
ના હોતે બા-ઓર બાપુ ઓર નાહી હોતે પોતી-પોતે
શુશિલાબેન,દક્સાબેન,નિશાબેન ના હોતી
અરે ઓર તો ઓર ઇંગ્લેન્ડ મે બીગબેંગ ભી ના હોતી
અંગ્રેઝ ભી રખતે સર પે અપને હાથ

છોકરીઓ મીન્સ ગલ્સ
લડકિયા તો હોતી પર ગુજરાતણ ના હોતી
ગરબા દેખને કે લિયે છોકરાઓ કી આંખ ખુબ રોતી
પતા નહિ વો કેસે ઝેલતે
જબ વો અકેલે અકેલે ડાંડિયા ખેલતે
હર બાર મે મિસિંગ હોતી કુછ બાત
બિના સન ઓફ ગુજરાત..!!

Monday, January 7, 2013

મન થાય છે

આંદોલનને ફરી શરૂ કરવાનું મન થાય છે
દેશને ફરી આઝાદ કરાવવાનું મન થાય છે

રોજ શિયળ લુંટાય છે, ભારતમા શરમાય છે
આજે મને ફરી શસ્ત્રો ઉપાડવાનું મન થાય છે

ઠેકડી ઉડાવે છે નપુન્શક નેતાઓ સવિધાનની
આજે મને ભગતસિહ બનવાનું મન થાય છે..!!

                             - રાહુલ ગિરીશ શાહ
                              (Dedicated to Delhi’s Braveheart)

Saturday, January 5, 2013

LiFe..

ऐ ज़िन्दगी तू अपनी रफ़्तार पे ना इतरा...
जो रोक ली मैंने अपनी साँसें...
तो तू भी चल ना पायेगी..!!

પાછળ પડયો છે...

કોઈ કાળા ડાઘની પાછળ પડ્યો છે,
સૂર્ય છે, એ રાતની પાછળ પડયો છે.

રોજ દાળી એક ઓછી થાય કાં?
કોણ લીલા ઝાડની પાછળ પડયો છે.

છેદ પાડી સૂર કૈં રેલાવશે એ,
ક્યારનો એ વાંસ પાછળ પડયો છે.

સૂકવી તેં ઓઢણી ત્યારથી બસ,
વાયરો આ વાડની પાછળ પડયો છે.

પૂછવું છે કાળને પણ એક દહાડો,
જન્મથી કાં સ્વાસની પાછળ પડયો છે.

                        - શ્યામ રખિયાણિયા