Sunday, June 16, 2013

ભારત – પૃથ્વી પરનું સ્વર્ગ !!

એક અમેરિકને દુનિયાના પ્રખ્યાત ચર્ચ વિષે બૂક લખવાનું નક્કી કર્યું. તેના માટે તેણે દુનિયાના સફરે જવાનું નક્કી કર્યું…

પ્રથમ તે ચાઈના ગયો…

સફરના પ્રથમ દિવસે તેણે ત્યાના પ્રખ્યાત ચર્ચની મુલાકાત લીધી. તેણે તે ચર્ચના ફોટો પડ્યા. તેણે જોયું કે ચર્ચની દીવાલ પર સોનેરી રંગનો એક ટેલીફોન હતો. ત્યાં નીચે પાટિયું મારેલું હતું. એક કોલના ૧૦,૦૦૦ ડોલર. આ વાંચી અમેરિકન તો આશ્ચર્ય પામી ત્યાં ઉભેલા એક પાદરીને પૂછવા લાગ્યો કે આ ટેલીફોન શા માટે છે ? અને તેના એક કોલનો રેટ આટલો બધો કેમ છે ?

પાદરીએ કહ્યું, “તે તો સ્વર્ગની ડાઈરેક્ટ લાઈન છે જે ભગવાન સાથે વાત કરવી આપે છે એટલા માટે તેનો કોલ રેટ ૧૦,૦૦૦ ડોલર છે. અમેરિકને તેનો આભાર માન્યો અને આગળ ચાલતો થયો…!

બીજો સ્ટોપ હતો જાપાન…

અહી પણ તેણે એક મોટું અને પ્રખ્યાત ચર્ચ જોયું. ત્યાં પણ નીચે પાટિયું મારેલું હતું. એક કોલના ૧૦,૦૦૦ ડોલર! ફરી, અમેરિકન તો આશ્ચર્ય સાથે ત્યાં ઉભેલા એક પાદરીને પૂછવા લાગ્યો કે આ ટેલીફોન શા માટે છે ? અને તેના એક કોલનો રેટ આટલો બધો કેમ છે ?

જવાબ હતો, “તે તો સ્વર્ગની ડાઈરેક્ટ લાઈન છે જે ભગવાન સાથે વાત કરવી આપે છે એટલા માટે તેનો કોલ રેટ ૧૦,૦૦૦ ડોલર છે.

આમ કરતા કરતા તે તો દુનિયા ફરવા લાગ્યો. પાકિસ્તાન, શ્રીલંકા, જર્મની, રસિયા, ફ્રાંસ વગેરે…તેણે બધી જ જગ્યા એ પ્રખ્યાત ચર્ચ જોયા અને ફોટા પાડ્યા પણ પેલો સોનેરી રંગનો ફોન પણ બધે જ જોયો અને નીચે મારેલું પાટિયું પણ…!

હવે વારો હતો મહાન દેશ ભારત નો….

તે ભારતમાં આવ્યો અને મુંબઈના એક પ્રખ્યાત ચર્ચની મુલાકાત લીધી, ફોટો પણ પાડ્યા. અહી પણ તેણે જોયું કે એક સોનેરી કલરનો ફોન દીવાલ પર લગાવેલો છે અને પાટિયું પણ મારેલું છે જેમાં લખેલું હતું, “એક રૂપિયામાં કોલ”…

અમેરિકને અહી પણ આશ્ચર્યવશ થઇ ફાધરને પૂછ્યું, “ ફાધર ! હું આખી દુનિયામાં ફર્યો. બધે જ ચર્ચોની મુલાકાત લીધી. બધે જ મેં સોનેરી રંગનો ફોન જોયો. બધે જ એક પાટિયું હતું, “કોલ રેટ ૧૦,૦૦૦ ડોલર” પરંતુ અહી જ કેમ ભાવ ઓછા છે ?

સમજાઈ ગ્યું ને ? દોસ્તો !!

પાદરી ગાલમાં હળવું હસ્યો અને જવાબ આપ્યો, “ અત્યારે તું ભારતમાં છે. દીકરા ! આજ પૃથ્વી પરનું સ્વર્ગ છે. અહી લોકલમાં વાત થાય…!!

જય હિંદ…!! વંદે માતરમ…..!!

Wednesday, June 12, 2013

Winner

તમે જો માનતા હો કે તમે હારશો તો તમે હારી જવાના,
તમે જો માનતા હો કે તમારા માં હિંમત નથી તો તમે કાયર જ રહેવાના,
તમને જીતવું તો ગમે જ, પણ તમે એવું વિચારતા હો કે જીતી નહિ શકો તો ખાતરી રાખો કે તમે નહિ જ જીતો,

સફળતા નો પાયો છે આત્મવિશ્વાસ.
જિંદગીની દોડ જીતનાર હંમેશા શક્તિશાળી જ હોય એ જરૂરી નથી,
જેણે જીતવાનો સંકલ્પ કરી આરંભ કર્યો હોય એજ જીતે છે...Winner

Thursday, June 6, 2013

દોસ્તની સાચી દોસ્તી…!

યુદ્ધભૂમિમાં, સૈનિક તેના ઘવાયેલા મિત્રને લેવા માટે ગયો…

કેપ્ટન : જવાની જરૂર નથી તે મૃત્યુ પામ્યો હશે…

છતાં સૈનિક ગયો અને તેને પાછો લાવ્યો…

ડેડ બોડી જોઇને કેપ્ટન બોલ્યો, “મેં કહ્યું હતું ને કે જવાની જરૂર નથી તે મરી ગયો હશે”

સૈનિકે કહ્યું, “ના સર, એવું નથી… હું જયારે તેને લેવા ગયો ત્યારે તેને મારી સામે જોયું, સ્માઈલ આપી અને કહ્યું, 
“હું તારી જ રાહ જોતો હતો મને ખ્યાલ હતો તું ચોક્કસ આવીશ જ”..!!