Friday, April 27, 2012

ક્ષમા કરી દે...

તોફાનને દઈને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું
શું ?
મોજાંની બાળહઠ છે, સાગર !
ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક
વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર,
ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર,
ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે
બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં
કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત
જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર,
ક્ષમા કરી દે !!

Friday, April 20, 2012

ખાના બનાના - બનાના ખાના

મૈંને પૂછા ઉનસે…
આપ કો ખાના બનાના
આતા હૈ ક્યા ?
તો ઉન્હોંને કહા….
(ગૉર ફરમાઈયેગા)
તો ઉન્હોંને કહા
મુઝે બનાના ખાના આતા હૈ..!!

મજા

સુખ હોય કે દુઃખ પણ જિવવામા મજા છે ,
કોઈકે દિધેલા દર્દને સહેવામા મજા છે,
મારુ તો ગણિત છે બધાથિ અલગ ,
પામવા કરતા જતુ કરવામા પણ મજા છે..!!

Monday, April 9, 2012

ભૂખ

સુરજ તળે મેં અંધારું જોયું
રોટીએ તરસતું એક બચું જોયું
સામે ના ટેબલે બિરયાની અરોગતું
એક માણસ રૂપે હડકાયું કુતરું જોયું

ડીશ માં વધ્યું, કુતરું ડાયેટિંગ પર હતું
બચું અહી ભૂખ ની , ચરમ સીમાએ હતું.
લાચાર આંખે તરસતું, ડીશ માં
કુતરું એમાં, એના ચોખા હાથ ધોતું હતું.

ટીપ આપી, ડીશ ની કીમત ની ઉપર નું હતું
બચું તરસે, પેટ માં એના પણ ઉંદેડું દોડતું હતું
લાચાર બચું, કુતરા પાસે માંગવા જતું હતું
અને કુતરું આજ એક માણસ થી ભાગતું હતું...!!

Tuesday, April 3, 2012

સંબંધ

સંબંધ બનાવો તો "આંખ" અને પાપણ જેવો.
જયારે આંખ માં કંઈક પડે તો પાપણ તડપી ઉઠે છે,
...અને...
જયારે પાપણ થોડી વાર ના પલકે તો આંખો રડી પડે છે..!!