Saturday, September 7, 2013

ધન અને મન

 “ઘણા વર્ષો પછી બે મિત્રો રસ્તા માં મળી ગયા
ધનવાન મિત્રએ તેની આલીશાન ગાડી પાર્ક કરી
અને
ગરીબ મિત્ર ને કહ્યું ચાલ આ ગાર્ડનમાં થોડી વાર બેસીએ,
ચાલતા ચાલતા ધનવાન મિત્રએ ગરીબ મિત્ર ને કહ્યું,

તારા અને મારામા ઘણો ફર્કરહી ગયો ,
હું અને તું સાથે જ ભણ્યા મોટા થયા પણ
હું ક્યાં પહોચ્યો અને તું ત્યાજ રહી ગયો.

ચાલતા ચાલતા ગરીબ મિત્ર અચાનક ઉભો રહી ગયો
ધનવાન મિત્રએ પૂછ્યું શું થયું ?
ગરીબ મિત્રએ કહ્યું તે કોઈ અવાજ સાંભળ્યો ?

ધનવાન મિત્રએ પાછળ ફરીને જોયું અને પાંચ
નો સિક્કો ઉઠાવ્યોને બોલ્યો
આતો મારા ખિસ્સામાંથી પડેલા પાંચ
નાં સિક્કા નો રણકાર હતો

ગરીબ મિત્ર બાજુના એક કાંટાળા નાના છોડ તરફ ગયો,
જેમાં એક પતંગિયુંફસાયું હતું જે બહાર
નીકળવા પાંખો ફફડાવતું હતું ,

ગરીબ મિત્રએ તેને હળવેથીબહાર કાઢ્યું અને
આકાશમાં મુકત કરી દીધું .
ધનવાન મિત્રએ આતુરતાથી પૂછ્યું તને

પતંગિયા નો અવાજ કેવી રીતે સંભળાયો ?
ગરીબ મિત્રએ નમ્રતાથી કહ્યું,

તારામાં અને મારામાં આજ ફર્ક રહી ગયો

તને ‘ધન’નો રણકાર સંભળાય છે
અને
મને ‘મન’નો રણકાર સંભળાય છે..!!

Wednesday, September 4, 2013

નથી જોઈતો

પ્રેમ આપવો હોય તો આપો
બાકી ઉપકાર નથી જોઈતો,
.
દિલથી આપો એટલે બહુ થઇ ગયું
લેખિત કરાર નથી જોઈતો.
.
જીવન બહુ સરળ જોઈએ
મોટો કારભાર નથી જોઈતો
.
કોઈ અમને સમજે એટલે બસ
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.
.
માણસમાં માનીએ છીએ
કોઈ ભગવાન નથી જોઈતો,
.
એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે
આખો પરિવાર નથી જોઈતો.
.
નાનું અમથું ઘર ચાલે
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,
.
ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે
લુચ્ચો માલદાર નથી જોઈતો.
.
મ્હો પર બોલતો મિત્ર ચાલે
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,
.
ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે
આખો દરબાર નથી જોઈતો.
.
રોગ ભરેલું શરીર ચાલે
મનનો કોઈ વિકાર નથી જોઈતો
.
જે કહેવું હોય એ સ્પષ્ટ કહો
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો
.
કવિતા ફોર્વડ ન કરો તો કઈ નહિ
પણ ગમ્યા નો ઢોંગ નથી જોઈતો..!!