Wednesday, March 28, 2012

Never Forget to your GOD

કૌન કહેતા હૈ પ્યાર કરના પાપ હૈ.
પ્યાર કે લીયે તો બની કાયનાત હૈ.
પ્યાર જીવન કા જાપ હૈ.
પર પ્યાર કે લીયે ઉન્હેં મત ઠુકરાઓ,
જો હમારે મા-બાપ હૈ..!!

Monday, March 26, 2012

હાર જોઈએ છે

જીવનમા દરેક જગ્યાએ આપણને “જીત” જોઈએ છીએ
ફક્ત
ફૂલવાળાની દુકાન જ એવી જગ્યા છે જ્યા જઈને આપણે
કહીએ છીએ કે...
“હાર જોઈએ છે..!!”

Saturday, March 24, 2012

Keep It Up..!!

બાજીઓ હારી છે, હિમત તો હજુ અકબંધ છે,
શાને પીછે હઠ કરું, શ્રદ્ધા ક્યાં તૂટી છે.

પછડાટ ખાધી છે, પણ શસ્ત્રો ક્યાં છોડ્યા છે,
ફરી બેઠો થઈશ, રણશિંગું ફુકાય એટલી જ વાર છે..!!

Thursday, March 22, 2012

આંસુ

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં..!!

Tuesday, March 20, 2012

સપના

એકવાર ભીની આંખો એ દિલ ને ફરિયાદ કરી કે
"આંસુઓ નો ભાર કેવળ હું જ શામાટે ઉપાડું?"

દિલે હસતા હસતા જવાબ આપ્યો...
"સપના કોણે જોયા હતા ? "

Wednesday, March 14, 2012

ज़िन्दगी

नदी जब किनारा छोड़ देती है...,
राह में चट्टान तक तोड़ देती है,
बात ... छोटी-सी... अगर चुभ जाए "दिल" में...
" ज़िन्दगी " के रास्तों को भी मोड़ देती है..!!

gujjus

વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે;
બસ પ્રતિકારથી એનો અંત આવે છે;
ઘટના ક્રમ છે કુદરત નો
કે જેને પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે છે...!!

Sunday, March 11, 2012

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે..!!

                                          - શૂન્ય પાલનપુરી

કેવા દિવસો આવ્યા છે ?

એકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ,
ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં,
જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

કાં તો બાજી, કાં તો પ્રલોભન, કાં તો એ હથિયાર હશે,
ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

ઝાંખુંપાંખું બે ક્ષણ ચમકે એને દુનિયા પૂજે છે,
સૂરજનું સન્માન નથી, આ કેવા દિવસો આવ્યા છે..!!

                                             - હેમેન શાહ