Sunday, May 27, 2012

ગુજરાતી વાણી દે...

દૂધ નહીં તો પાણી દે,
ડૉલ મને કાં કાણી દે !
તગતગતી તલવારો દે,
યા ગુજરાતી વાણી દે..!!

ગુજરાતી ભણ...

એક જ ઘા ને કટકા છે ત્રણ,
સમજણ માટે ગુજરાતી ભણ.
તારી સામે નહીં જ નાચું,
હોય ભલે સોનાનું આંગણ..!!

Monday, May 14, 2012

ગુજરાતી છું…

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.

દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું.

આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો
બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું.

સઘળી સગવડ સુરજની એને આપી છે,
મે’માન બને જો અંધારું ગુજરાતી છું.

અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,
બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.

વિશેષણોના વન છે તારી આગળ પાછળ,
મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું.

ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું..!!

                                   – હરદ્વાર ગોસ્વામી

Friday, May 11, 2012

એક કડવું સત્ય

"આપણા માટે ખોટી બાબતો ત્યાં સુધી જ ખોટી છે,
જ્યાં સુધી આપણે એ નથી કરતા હોતા..!!"

ગુર્જરી ભાષા સવાઈ છે

અનુભવથી કહું છું કે બધી ભાષા પરાઈ છે,
અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે.

હૃદયનો રંગ છે એમાં, અને છે લોહીનો પણ લય,
કરો એનું જ ગૌરવ તો, ભલા એમાં ભલાઈ છે.

ઘણી વેળા ખરી પડતાં પરાયાં જોઈને પીંછાં,
ખરું જોતાં અભિવ્યક્તિની ક્યાં એમાં સચ્ચાઈ છે ?

પરાઈ કોઈ ભાષાના, વરખ ખોટા લગાવો ના,
મધુરી માતૃભાષા બસ, અમારે મન મીઠાઈ છે.

થતી એની ઉપેક્ષામાં, વતનનો દ્રોહ સમજું છું
કરી ગૌરવ યશોગાથા, કવનમાં તો ગવાઈ છે..!!

                                       – ડૉ. વિરંચિ ત્રિવેદી

રામનામ – ગાંધીજી

ઈશ્વર ક્યાં ને કોણ ?
 
ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઈશ્વરના અવતાર કહેવાઈએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઈ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યક્તિ થઈ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઈ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમભરેલે રસ્તે ચડી જઈએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઈશ્વર એક શક્તિ છે, તત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી. વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ, જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઈએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઈ ન કરે. રામનામ સર્વવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે એ તો ઊરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન લાગે. આમ વિચાર કરતાં હું કહી શકું છું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે. ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હૃદયમાં વસે ત્યારે જ તેનો પૂરો ચમત્કાર જણાય છે..!!

અજવાળતા રહ્યા (ગઝલ)

ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં
જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં

દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું
હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યા

રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી
વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યા

ના તો રડી શકી ના જરા એ હસી શકી
કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યાં

બાંધીને એ બેઠા છે ક્ષણેક્ષણનાં પોટલા
ને આપણે વરસોનાં વરસ ટાળતા રહ્યાં

આંખોના ઓરડામાં અછતના દીવા ધરી
મનના ખૂણેખૂણાને અજવાળતા રહ્યા..!!

                              – ચંદ્રેશ મકવાણા

Smile Plz...


Thursday, May 10, 2012

અનોખા ની બોલબાલા

જીંદગી કાંટો કાં સફર હૈ
હૌસલા ઇસકી પહેચાન હૈ
રસ્તો પર તો સભી ચલતે હૈ
જો રાસ્તે બનાયે વહી ઇન્સાન હૈ..!!

" અત્યારે નોખા ની નહી, પણ અનોખા ની બોલબાલા છે..!! "

Wednesday, May 9, 2012

સફળતા

“જીવન મા ક્યારે પણ બીજા કરતા મોડી સફળતા મળે તો નીરાસ ન થાશો
કેમ કે મકાન ચણવા કરતા મહેલ ચણવામાં હમેશા વાર લાગે છે..!!”

Tuesday, May 8, 2012

નામ

મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે
નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ
એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે..!!

                                            - શકીલ કાદરી

શ્વાસ

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા..!!

                  - વિનોદ ગાંધી

Friday, May 4, 2012

સંબંધોનું મહત્વ



તમારો પાર્ટનર તમારા જેવો જ હશે એ વિચારવું અર્થહિન છે. 
કારણ કે, 
ક્યારેય તમે તમારી સાથે ચાલતી વ્યક્તિનો જમણા હાથે જમણો હાથ પકડીને નહીં ચાલી શકો..!!