Wednesday, July 27, 2016

બાળપણનુ મારૂ ફળીયુ ખોવાયુ



બાળપણનુ મારૂ ફળીયુ ખોવાયુ
રમતો હૂ એ મારુ આંગણુ ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
રસોડામા રમતું એ પાણીયારુ ખોવાયુ

બધી મળી બેડરૂમમા મને સગવડ પણ
મીઠી નિંદર માણતો એ ધોડીયુ ખોવાયુ
નથીને આવતુ લુંછવા આંસુ આજ કોઈ
મારી માં લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ
બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ગોળ ઘીનુ મારી બેનીનુ એ ચુરમૂ  ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ઘાયલ
ફેસબુકને વૉટસએપમા
લંગોટીયા યાર સાથેનુ મારુ
ગામડું ખોવાયુ.



Monday, June 27, 2016

સારું થયું આઝાદ થઈ ગયા

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા,
રસ્તા પાણીથી ધોતા હતા,
આપણે કેટલા નસીબવાળા ?
ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.

સારું થયું આઝાદ થઇ ગયા.
તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા,
મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,

સારું થયું આઝાદ થયા.
એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા,
સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા,

સારું થયું આપણે આઝાદ થયા.
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા,

સારું થયું આઝાદ આપણે થયા.
એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નહોતા,
એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા,
હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા,

સારું થયું આઝાદ થઈ ગયા

Thursday, April 28, 2016

ફરિયાદો

ટેકનિકલ ખામી ને કારણે સૂર્યોદય નહી થાય આકાશ મા શુ કયારેય , આવુ લખેલુ પાટીયુ દેખાય ?

માન્દો હોવા ને કારણે , આજે ચંદ્ર નહિ દેખાય. શુ રાત્રે આવા સમાચાર, ગગન મા ફલેશ થાય?

બિલાડી ને ઘુટણ મા વા થયો છે, એનાથી ઊંદર નહિ પકડાય. દરરોજ બે વાર મુવ લગાડે, તો જ કઇક થશે ઉપાય.

ભમરા ના પગે છાલા પડયા છે, હવે એનાથી ફુલ પર નહી બેસાય. એની એડી એ ક્રેક ક્રીમ લગાવો, તો જ એનાથી ફુલ જોડે પ્રેમ થાય.

વાઘ ને આંખે મોતિયો આવ્યો, એટલે એને શિકાર નહિ દેખાય. એનુ ઓપરેશન તો થઈ શકે, પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથી ને કેળા ની લાલચ ના આપો, હવે એ કેળા નહિ ખાય. ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનુ, પછી કેટલુ વજન વધી જાય?

આ આખી દુનિયા મા બધા જીવો, સરળતાથી જીવી જાય. શુ માણસ નુ જ આખુ જીવન બસ ફરિયાદો મા જ પુરુ થાય??