Monday, June 27, 2016

સારું થયું આઝાદ થઈ ગયા

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા,
રસ્તા પાણીથી ધોતા હતા,
આપણે કેટલા નસીબવાળા ?
ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.

સારું થયું આઝાદ થઇ ગયા.
તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા,
મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,

સારું થયું આઝાદ થયા.
એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા,
સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા,

સારું થયું આપણે આઝાદ થયા.
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા,

સારું થયું આઝાદ આપણે થયા.
એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નહોતા,
એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા,
હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા,

સારું થયું આઝાદ થઈ ગયા