Wednesday, May 1, 2013

સમય

ભલેને કાતરથી ક્ષણોને કાપે છે સમય,
સરખા અવસર બધાને આપે છે સમય.

રખેને સમજતા કે દુખ એટલેજ જિંદગી,
પાણી તમારી ધીરજનું માપે છે સમય .

ઠોકરો આપીને શીખવાડે કેમ ન ચલાય,
ખરા સોનાનેય વધુવાર તાપે છે સમય.

બધા પત્તા ખુલ્લા કદી ન કરે જિંદગીમાં,
ઘણું બધું સદા સંતાડીને રાખે છે સમય.

મોટીમોટી કસોટીઓ એજ જિંદગી
યોદ્ધાને પણ ચક્રવ્યૂહમાં નાંખે છે સમય..!!

No comments:

Post a Comment