Wednesday, November 28, 2012

દિલ પુછે છે મારું, ભલા તું કેમ છેતરાય છે?

દિલ પૂછે છે મારું
ભલા તું કેમ છેતરાય છે?

આંખ તો જરા ખૂલ્લી રાખ,
મામા શકુનીઓ દેખાય છે?
ના વર્તુણુંક સહેવાય છે,
ના કોઇને કંઇ કહેવાય છે,

કથા હોય કે પછી ઘરનું વાસ્તુ,
ઉભા ઉભા તો ઉજવાય છે!

આ બધુ તો ઠીક છે ભલા,
પણ હદ તો ત્યાં થાય છે-
આપણા અવસરમાં કદી
ન કોઇ સમયસર આવી જાય છે!

દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?

પગાર તો સૌ લઇ આવે છે સારો
પોતાને માટે ક્યાં કંઇ ખર્ચાય છે.
સેલમાં ના જોઇતું ઉપાડી લાવે,
એ ઘરવાળીને ક્યાં કંઇ કહેવાય છે?

વસ્તી દેશીઓની વધી તો ગઇ,
પણ કોઇના ઘેર ક્યાં જવાય છે.
રસ્તે મળી તો હાય હલ્લો કરીને
મિત્રતા તો જાળવી રખાય છે.

દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?

No comments:

Post a Comment