
ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું
વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત
માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક
સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી.
અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી
પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે.
એમીલની જે લકી ડૉટરનું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! અને એ કંપની
એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી
કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું. જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી
વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત.
ક્યારેક ‘જો’ અને ‘તો’ ની
વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય..!!
No comments:
Post a Comment