Monday, December 3, 2012

ના કર...

સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાંખીને કુંડાળા ન કર.



લોકો દિવાળી ભલેને ઉજવે,
પેટ બાળીને તું અજવાળા ન કર!

આજથી ગણ, આવનારી કાલને,
પાછલાં વરસોના સરવાળા ન કર!

ક્યાંક પત્થર ફેંકવાનું મન થશે,
ઇંટને તોડીને ઢેખાળા ન કર.

થઇ શકે તો રૂબરું આવીને મળ,
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

છે કવિતઓ બધી મોઢે મને,
મારી મિલકત ના તું રખેવાળા ન કર..!!

No comments:

Post a Comment