Sunday, August 28, 2011

સમય..!!

નથી રહ્યો હવે સમય કોના માટે ઉભા છો?
નહી પાછો ફરે સમય કોના માટે ઉભા છો?

કરવુ છે જે, કરો અત્યારે વગર જોયે રાહ,
ભરમાવ્યા કરે સમય, કોના માટે ઉભા છો?

બને કે બોલતા ન પણ આવડે બહુ સરસ,
વાણીથી શું ડરે સમય, કોના માટે ઉભા છો?

કોઇ સાથ દે ન દે પણ છે ને સંગ સ્વ-સાથ,
એકલો જ ચરે સમય, કોના માટે ઉભા છો?

લખવી છે જો ગઝલ, ચલાવો કલમ હાલ,
કલમ નહી હરે સમય, કોના માટે ઉભા છો?

ભારે, અધિરીયા! કહી કદાચને પજવે પણ,
કરનારને જ વરે સમય, કોના માટે ઉભા છો?

પોતાના જેને કહ્યા'તા ક્દાચને હોય ઘણા દુર,
ફરતા જ તો ફરે સમય,કોના માટે ઉભા છો..??

No comments:

Post a Comment