Monday, January 2, 2012

ચાલવા દો..!!

બીજું બધું જવા દો.
આ દર્દની દવા દો.

હદ થઈ ગઈ છે ઘાની,
ના એક પણ નવા દો.

ઠારી શકો તો ઠારો.
ના આગને હવા દો.

ના ઊપજે કશું તો,
થાતું હો તે થવા દો.

વાચાને બંધ રાખી,
આંખોને બોલવા દો.

અટકો ભલે તમે પણ,
બીજાને ચાલવા દો..!!
           – જિતુ પુરોહિત

No comments:

Post a Comment