Thursday, August 9, 2012

ગઝલ

તારા દુઃખને ખંખેરી નાખ,
તારા સુખને વિખેરી નાખ,

પાણીમાં કમળની થઈને પાંખ,
જીવતરનું ગાડું હાંક.
સંસારી રે, તારા રામ પર ભરોસો તુ રાખ,
માટીનાં રમકડાં ઘડનારાએ એવા ઘડ્યા.
ઓછું પડે એને કાંકનું કાંક.
તારુ ધાર્યું કાંઈ ન થાતું હરિ કરે સો હોય,
ચકલા ચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોય,
ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક.
કેડી કાંટાળી વાટ ચટપટી,
દૂર છે તારો મુકામ,
મન મૂકીને સોંપી દે તું
હરિને હાથ લગામ,
ભીતરનો ભરમ તારો
ઉપરવાળો એક જ જાણે,
અમથી ના ભીની કર તું આંખ.

તારા દુઃખને ખંખેરી નાખ,
તારા સુખને વિખેરી નાખ..!!

No comments:

Post a Comment