Friday, February 8, 2013

યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું,
ગર્વ ની તો વાત છે યારો ,ગર્વ કરુ છું તે વાત પર,

કામ કર્યા છે જે ગુજરાતીઓએ ગર્વ છે તે કામ પર,
આપ્યુ જેને હથિયાર અહિંસાનુ ગર્વ છે તે ગાંધી પર,

દુશ્મન ધ્રુજે જે નામથી યારો ગર્વ છે તે સરદાર પર,
ગર્વ છે ધીરુભાઇ પર,ગર્વ છે અનિલ અને મુકેશ પર,

ગર્વ છે નરેન્દ્ર્ મોદી પર,ગર્વ છે વિકાશના કામો પર,
નામી કે અનામી હોય યારો,ગર્વ છે દરેક ગુજરાતી પર ,

જ્યા વહે છે નર્મદા અને તાપી ગર્વ છે તે નદીઑ પર,
જે ઉજવે તહેવાર ગુજરાતી,ગર્વ છે મને તે તહેવારો પર,

ગર્વ છે નવરાત્રી,દિવાળી પર,ગર્વ છે હોલી,ધુળેટી પર,
સ્નેહ,શૌર્ય ને સત્ય હોય દિલોમાં ગર્વ છે તે સસ્કારો પર,

ગર્વ છે નરસિહ મહેતા પર,ગર્વ છે જલારામબાપા પર,
ગર્વ છે મને ગુજરાતની ભુમીના એક એક સપૂતો પર,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર,
જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર,

દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર,
જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર,

ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું
ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું..!!

No comments:

Post a Comment