Friday, October 11, 2013

hahahh good Joke

એક શૉપિંગ મોલમાં ખરીદી કરવા ગયેલાં લખપતિ લલિતાબેનનું પર્સ ખોવાઇ ગયું! બિચારાં બહાવરાં બનીને ચારે બાજુ શોધખોળ કરી પણ પર્સ ક્યાંય મળતું નહોતું.

છેવટે થાકીને એમણે મોલમાં એનાઉન્સમેન્ટ કરાવડાવી કે ફલાણા ફલાણા કલરનું પર્સ કોઇને મળ્યું હોય તો પ્લીઝ, પેમેન્ટ કરવાના કાઉન્ટર પર આવીને આપી જાય...''

થોડી વાર પછી નાનકડો ચિન્ટુ એ પર્સ લઇને આવ્યો! લખપતિ લલિતાબેને પર્સ ખોલીને જોયું તો એમની આંખો પહોળી થઇ ગઇ.

''કમાલ છે! જ્યારે પર્સ ખોવાયું ત્યારે એમાં બધી ૧૦૦૦-૧૦૦૦ રૃપિયાની નોટો હતી. અત્યારે રૃપિયા તો એટલા જ છે, પણ બધી નોટો ૧૦૦-૧૦૦ રૃપિયાની છે! એવું કેમ?''

ચિન્ટુએ કહ્યું :''એમાં એવું છેને, કે લાસ્ટ ટાઇમ મેં એક પર્સ શોધીને એક આન્ટીને આપેલું ને, તો એમની પાસે મને ઈનામ આપવા માટે છૂટ્ટા નહોતા..!!''

No comments:

Post a Comment