Tuesday, July 24, 2012

ગુજ્જુ ના સ્વભાવની કેટલીક ખાસિયતો...

- પૈસા માટેનો પહેલો નિયમ - ક્યારેય પોતાના વાપરવાના નહીં...!
- 'શું નવાજૂની' આ આપણો તકીયાકલામ.
- સવારના ૭ વાગ્યા હોય કે રાતનો ૧ વાગ્યો હોય, ગાંઠીયા મળે તો આપણે કાયમ ખાઈ નાખીએ.
- આપણે સવારના જાગવા માટે ALARM મૂકીએ છીએ.
- ગરબાના રાઉન્ડ વગર તો કોઈ પાર્ટી પૂરી જ ન થાય.
- આપણે દરેક પ્રકારના નૂડલ્સને 'મેગી' કહીએ.
- જો કોઈ આપણને અન્ય વ્યક્તિ વિશે પૂછે તો આપણે કહીશું 'જેન્ટલમેન માણસ છે'.
- ભાવ-તાલ કરવામાં તો આપણે જન્મથી જ પીએચડી હાંસલ કરી છે.
- ગુજરાતીમાં આપણે દુનિયાની કોઈ પણ ભાષા બોલી શકીએ છીએ.
- જય શ્રી કૃષ્ણ = હેલો અને ગુડબાય.
- આપણી બધા પ્રકારની વાતચીત 'કેમ છો', 'મજામાં ને' થી શરૂ થાય અને સમાપ્ત થાય 'કોઈ સારું ઈન્વેસ્ટમેન્ટ બતાવો ને' થી...
- આપણે ઈન્ટરનેશનલ કોલ્સ વખતે ઘાટા પાડીને બોલીએ; એવું માનીએ છીએ કે એ લોકો આ રીતે આપણને વધારે બરાબર સાંભળી શકે છે.
- આપણે માટે ઈલેક્ટ્રિસિટી ક્યારેય જતી નથી - માત્ર લાઈટ જ જાય છે.
- છાસ એ આપણું બીયર છે.
- આપણી હાજરી બધે જ છે, આખી દુનિયામાં - આપણું કામ જ એ છે...
- આપણે મન માઉન્ટ આબુ સ્વિટ્ઝરલેન્ડ છે.
- કોફી વિથ કરનની હરીફાઈમાં જો કોઈ ગુજ્જુ શૉ શરૂ કરે તો નામ રાખશે - છાસ વિથ છગન.
- આપણી ફોન બુકમાં અડધા ભાગના નામની પાછળ ભાઈ શબ્દ લગાડેલો હશે.
- ગુજ્જુઓ એવું માને છે કે નરેન્દ્ર મોદી દરેક સમસ્યાનો ઉકેલ છે - ફેશન સ્ટાઈલથી લઈને દેશની પ્રગતિ સુધી..
- વિલે પારલે હોય કે ન્યૂ જર્સી. ગુજ્જુઓ તો ઘર જેવું જ સમજે - 'આપણું જ છે'...
- આપણે ૧૦ રૂપિયાની મફત ગિફ્ટ માટે ૧૦૦૦ રૂપિયા ખર્ચી નાખીશું, કારણ કે ફ્રીમાં મળે એટલે મજા આવી જાય.
- આપણે બિઝનેસ ક્લાસ ફ્લાઈટમાં પણ ઘરના બનાવેલા થેપલા ને છુંદો ને અથાણું ખાવાનું પસંદ કરીએ.
- આપણે દુનિયાના કોઈ પણ ગીત ઉપર ગરબો ગાઈ શકીએ.
- ફાલ્ગુની પાઠક આપણે મન બ્રિટની સ્પીઅર્સ.
- ભેલપુરી, સેવપુરી ખાધા પછી એક એક્સ્ટ્રા પુરી માગવાનું આપણે ક્યારેય ભૂલીએ નહીં.
- 1 બાય 2 સૂપનો ઓર્ડર આપીએ અને પોતાના ભાગમાં વધારે આવે એનું ધ્યાન રાખીએ.
- ધૂમ મચાવી દે એવો રીંગટોન સંભળાય કે મોટી રાડ સંભળાય કે મોટા અવાજમાં વાતચીત થતી સંભળાય તો સમજી લેવાનું કે તમારી આજુબાજુમાં ગુજ્જુઓ છે.
- હિન્દી હમકો જરા ભી ફાવતા નહીં હૈ.
- તમે ૧૫ વર્ષના હો કે ૫૦ વર્ષના, તમારા માતા-પિતા તો કાયમ તમને બેબી કે બાબો કહીને જ બોલાવે.
- આપણે દેશના બંધારણને બહુ ગંભીરતાથી લીધું છે. દરેકને ભાઈ અને બેન કહીને સંબોધીએ છીએ.
- જો તમે નવરાત્રીમાં ન જાવ તો તમારું અસ્તિત્વ જ નથી એવું માની લેવાય.
- તમે વન-ડે પિકનીક પર જાવ ત્યારે પાંચ રાત, ૬ દિવસના હોલીડે પર જતા હો એટલું પેકિંગ કરો.
- કોઈ પાર્ટીમાં ગુજ્જુઓ સમય આ રીતે ગાળે -
ડાન્સમાં (૧૦ મિનિટ)
ગપ્પા મારવામાં (૧૦ મિનિટ)
જમવામાં (૧૦૦ મિનિટ).

No comments:

Post a Comment